રાજકોટ # જેતપુરના ઉદ્યોગપતિ અશ્વિનભાઇના માસુમ પુત્રનું અપહરણ કરાતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણત્રીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી નાંખ્યો, માસુમ બાળકને આબાદ બચાવી બે આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના ઉદ્યોગપતિ અશ્વિનભાઇ વાઘાણીના પુત્રના અપહરણનો કેસ ઉકેલવો પોલીસ માટે પણ પડકારજનક હતો. અપહરણકર્તાઓએ સ્કૂલ બહારથી બાળકનું બાઇક પર અપહરણ કર્યું હતું અને બે કરોડની ખંડણી માંગી હતી. જોકે પોલીસે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી બાળકને હેમખેમ બચાવી તો લીધો છે પરંતુ અપહરણને અંજામ આપનારા બે શખ્સોને પણ ઝડપી લીધા છે.
રૂરલ જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ પોલીસે ઉત્કૃષ્ઠ કામગીરી કરી બતાવી છે. પોલીસે ખંડણીની બેગમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરી હતી. આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી પોલીસે અપહરણનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.
કોણે કર્યું હતુ અપહરણ : જેતપુરના જ રહીશ અશ્વિન ખાંટ અને હિરેન પરમાર નામના બે શખ્સોએ કર્યું હતું દેવનું અપહરણ. રાતોરાત કરોડપતિ બનવા માટે આ શખ્સોએ અપહરણનો પ્લાન બનાવ્યો હતો. આ શખ્સ અગાઉ અશ્વિનભાઇની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એને તમામ વિગતોની જાણ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર