રાજકોટઃવધુ એક ભૂમિનો છત પરથી છલાંગ લગાવી આપઘાત,સંતાન ન હોવાથી ભર્યું પગલું
રાજકોટઃવધુ એક ભૂમિનો છત પરથી છલાંગ લગાવી આપઘાત,સંતાન ન હોવાથી ભર્યું પગલું
રાજકોટઃ અમદાવાદ બાદ રાજકોટમાં ફરી એક ભૂમિ નામની મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગોંડલ ઓવરબ્રિજ પાસે રાધે એપા.માંથી પરિણીતાએ પડતુ મૂક્યું છે. વહેલી સવારે એપાર્ટમેન્ટની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે.

પરિણીતા એપાર્ટમેન્ટની આસપાસના વિસ્તારની રહેવાસી છે. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સફાઇ કરવા આવેલા કર્મીઓને મહિલાના આપઘાતની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.
ભૂમિના મૃતદેહ પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં 3 વર્ષના લગ્નમાં સંતાન થતું ન હોવાને કારણે પગલું ભર્યું હોવાનો ઉ્લલેખ છે.અનેક ટ્રીટમેન્ટ કરાવી હોવા છતાં સંતાન ન થતા આપઘાતનો ઉલ્લેખ કર્યો છે.
રામનગર વિસ્તારમાં રહેતી અને પરિણીત યુવતીએ સવારના સમયે તેજ વિસ્તારમાં આવેલા રાધે એપાર્ટમેન્ટ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. સવારના સમયે એપાર્ટમેન્ટના રહીશોને જાણ થતા પોલીસને જન કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસને ભૂમિના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ભૂમિના લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને સંતાન ના થતા તેને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
એક તરફ ભૂમિના મૃતદેહ પાસેથી જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં સંતાન ન થાઉં હોવાનું કરણ જણાવવામાં આવ્યું છે તો ભૂમિના પતિ દ્વારા પણ સંતાનનું કારણ જ પોલીને જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભૂમિના પિતરાઈ ભાઈ દ્વારા પારિવારિક કંકાસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે પણ સુસાઈડ નોટ અને ભૂમિના ભાઈ ના જણાવ્યા અનુસાર હવે આગળની તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર