Home /News /crime /રાજકોટમાં તરખાટ મચાવનારી તસ્કર ટોળકીનો સાગરિત ઝબ્બે

રાજકોટમાં તરખાટ મચાવનારી તસ્કર ટોળકીનો સાગરિત ઝબ્બે

રાજકોટઃ રાજકોટમાં તરખાટ મચાવનારી તસ્કર ટોળકીના સાગરિતને ઝડપી લેવામાં પ્રદ્યુમનગર પોલીસને સફળતા મળી છે. ભાવનગરમાંથી એક સાગરીતને ઝડપી લીધો છે. આ ચોરે 7 ચોરી કબુલી છે.

રાજકોટઃ રાજકોટમાં તરખાટ મચાવનારી તસ્કર ટોળકીના સાગરિતને ઝડપી લેવામાં પ્રદ્યુમનગર પોલીસને સફળતા મળી છે. ભાવનગરમાંથી એક સાગરીતને ઝડપી લીધો છે. આ ચોરે 7 ચોરી કબુલી છે.

  • Web18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટમાં તરખાટ મચાવનારી તસ્કર ટોળકીના સાગરિતને ઝડપી લેવામાં પ્રદ્યુમનગર પોલીસને સફળતા મળી છે. ભાવનગરમાંથી એક સાગરીતને ઝડપી લીધો છે. આ ચોરે 7 ચોરી કબુલી છે. 

પોલીસે ભાવનગરનાં મતવા ચોકમાંથી વસીમ ઉર્ફે લંધો ઉર્ફે મુન્નો બબ્બરને પકડી લીધો હતો.તેની પુછપરછ કરતા તેની સાથે રાજકોટનાં રૂખડીયા પરામાં રહેતો અફઝલ શાહમદા અને અકરમ દુર્વેશ નામનાં બે શખ્સો પણ શામેલ હોવાનું બહાર આવ્યુ હતુ.જેના આધારે પોલીસે આ ગેંગના વસીમ ઉર્ફે લંધો ઉર્ફે મુન્નો બબ્બર નામનાં શખ્સને પકડી પુછપરછ હાથ ધરી છે.પોલીસે આ શખ્સ પાસેથી 7 ચોરીના ભેદ ઉકેલ્યા છે પોલીસને આ શખ્સ પાસેથી કોઇ મુદ્દામાલ હાથ આવ્યો નથી.પરંતુ પોલીસને આશા છે કે તેમનાં બાકીનાં સાથીઓ પકડાશે એટલે મુદ્દામાલ પણ હાથ લાગશે.
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સોએ રાજકોટ શહેરભરમાં તરખાટ મચાવ્યો હતો.રાજકોટમાં આ શખ્સોએ પ્રહલાદ પ્લોટ, જયરાજ પ્લોટ, રણછોડનગર શેરી નં. 7, ગેબનશાહની દરગાહ સામે,પરસાણાનગર અને જંકશન પ્લોટમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.એટલુ જ નહી આ આરોપી વસીમ ઉર્ફે લંધો ઉર્ફે મુન્નો બબ્બર આગાઉ પણ હથીયારનાં ગુનામાં પકડાય ચૂક્યો છે.
હાલ પોલીસ આ મામલે આરોપીની સઘન પુછપરછ શરૂ કરી છે.જયારે બાકીનાં આરોપીની શોધખોળ શરૂ કરી છે.હાલ તો પુછપરછ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસને આશા છે કે બાકીનાં આરોપીને પકડી પુછપરછમાં વધુ ચોરીના ભેદ ઉકેલાય શકે છે.
First published:

Tags: આરોપી, ક્રાઇમ, ગુનો, ચોરી, તસ્કર, પોલીસ, રાજકોટ

विज्ञापन
विज्ञापन