Rajasthan news: માલકિન ઘરે આવતા મહેમાનનો સાથે નોકરાણી બળજબરી શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. ના પાડે ત્યારે માર મારતા અને ચપ્પા વડે શરીર ઉપર નિશાન બનાવતા હતા. હવે સગીરા ચાર મહિનાની ગર્ભવતી થતાં માલિકનનો ભાંડો ફૂટ્યો હતો.
ઉદેપુરઃ ઉદેપુર (Udaipur) જિલ્લામાં એક સગીરા સાથે દરિંદગીનો કેસ સામે આવ્યો છે. ફતેહનગર પોલીસ સ્ટેશન (fatehnagar police station) વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પાસે માલકિને બળજરીથી ખોટું કામ કરાવતી હતી. સગીરા જે ઘરમાં કામ કરતી હતી તેની માલકિન ઘરમાં આવનાર મહેમાનો પાસે જબદસ્તીથી શરીર સંબંધ બાંધવા (physical relation) માટે મજબૂર કરતી હતી. પીડિતા હવે ચાર મહિનાની ગર્ભવતી (four month pregnant) થઈ છે. તેણે માલિકનની કરતૂતોનો વિરોધ કરતા તો તેની સાથે મારપીટ કરતી હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
પીડિત સગીરાને ફતેહનગર પોલીસ સ્ટેશનને જણાવ્યું કે 10 મહિનાથી તે નૂરજહાં નામની મહિલાના ઘરે નોકરાણીનું કામ કરી હતી. નૂરજહાં ઘરમાં કોઈપણ મહેમાન આવતા ત્યારે તેની સાથે સગીરા સાથે બળજબરી શરીર સંબંધ બનાવતી હતી. જો સગીરા વિરોધ કરતી તો તેની સાથે મારપીટ કરતી હતી. પીડિતાએ પોલીસને શરીર ઉપર બનેલા નિશાન દેખાડ્યા હતા.
ચાર મહિનાની ગર્ભવતી થયાની જાણકારી મળ્યા બાદ પીડિતાએ પોલીસ સમક્ષ હાજર થઈ અને મકાન માલકિન સહિત બે યુવતો સામે ફરિયાદ નોંધી હતી. પીડિતાએ જણાવ્યું કે મકાન માલકિનના ઘરની પાસે રહેનારા છગન નામના યુવક સાથે પણ સંબંધ બંધાવ્યા હતા.
પીડિતાએ આ આખા ઘટનાક્રમની જાણકારી પોતાની માતાને કરી અને પછી માતાની સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મકાન માલકિનના ખોટા કામનો વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારી હતી. ચપ્પા વડે તેના શરીર ઉપર નિશાન બનાવીને ડરાવી ધમકાવી હતી.
" isDesktop="true" id="1110524" >
પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે પરિવારના સભ્યોને જાણ થતાં જ તેનો વિરોધ કર્યો હતો નૂરજહાં અને તેના સાથીઓએ પરિવારના સભ્યોને ધમકાવી અને તેની સાથે મારપીટ કરી. જ્યારે સગીરાએ પોલીસ સંરક્ષણ માંગી છે. પોલીસે આ અંગે એક પોલીસે એક યુવતની ધરપકડ કરી હતી અને અન્યની શોધખોળ શરૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર