ચેતવણી રૂપ કિસ્સોઃ ઇસ્ટાગ્રામ ઉપર દોસ્તી, પૈસાની થઈ આપ-લે, બ્લેકમેઇલ કરવા મહારાષ્ટ્રથી રાજસ્થાન પહોંચી યુવતી

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Crime news: ભીમારામ મહારાષ્ટ્રના મુંબઈમાં એક મોબાઈલ દુકાનમાં નોકરી કરે છે. તેના તરફથી આપવામાં આવેલી ફરિયાદ અનુસાર એક દિવસ મામાનો છોકરો છગનારામ સુથાર સાથે અનિતા તેની મોબાઈલની દુકાને આવી હતી.

 • Share this:
  રાજસ્થાનઃ રાજસ્થાનના (Rajasthan) એક યુવકને ઇસ્ટાગ્રામ (Instagram) ઉપર એક યુવતી સાથે દોસ્તી કરવી અને રૂપિયાની લેનદેન કરવી ભારે પડી ગઈ હતી. યુવતીએ યુવક ઉપર લગ્ન કરવાનું દબાણ કરીને બ્લેકમેઇલ (blackmail) કરવાનું શરુ કર્યું હતું. એટલું જ નહીં યુવતી મહારાષ્ટ્રથી (Maharashtra) રાજસ્થાન (Rajasthan) યુવકના ગામડે પહોંચીને પરિવારના લોકોને આત્મહત્યાની (suicide threat) ધમકી આપવા લાગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા (social media viral) ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે યુવકે યુવતી ઉપર બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરી હતી.

  આ ઘટના જાલોર જિલ્લાના જસવંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પંચૈરી ગામની છે. જ્યાં ભીમારામ સુથાર નામના એક યુવકને ઇસ્ટાગ્રામ ઉપર ત્રણ ચાર વર્ષ પહેલા અનિતા નામની યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી. ઇસ્ટાગ્રામ ઉપર બંનેએ ચેટિંગ શરુ થયું હતું અને પછી ફોન કોલ ઉપર વાત શરૂ થઈ અને પછી ધીમે ધીમે નજીક આવતા ગયા હતા અને મિત્રતા વધીરે ગાઢ બની હતી.

  ભીમારામ મહારાષ્ટ્રના મુંબઈમાં એક મોબાઈલ દુકાનમાં નોકરી કરે છે. તેના તરફથી આપવામાં આવેલી ફરિયાદ અનુસાર એક દિવસ મામાનો છોકરો છગનારામ સુથાર સાથે અનિતા તેની મોબાઈલની દુકાને આવી હતી.

  આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

  આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

  માનવામાં આવી રહ્યું છે કે અનિતા નર્સની નોકરી કરી હતી. છગનારામે અનિતાને કેટલાક પૈસા આપવા માટે કહ્યું ત્યારબાદ ભીમારામે અનિતાએ પૈસા આપ્યા હતા. થોડા જ દિવસોમાં અનિતાએ ભીમારામને પૈસા પાછા આપ્યા હતા. ત્યારબાદ યુવતી અનિતા પર ભીમારામને વિશ્વાસ આવી ગયો હતો. ત્યાર બાદ ભીમારામ તરફથી 25,000 રૂપિયા યુવતીને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાંથી 8000 રૂપિયા પરત આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

  આ પણ વાંચોઃ-લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

  પરંતુ યુવતી અને છગનરામે યુવક બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું. આ સાથે જ અનિતા તરફથી લગ્ન કરવા માટે દબાણ થવા લાગ્યું હતું. લગ્ન નહીં કરવા પર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવા લાગી હતી. આ વચ્ચે લોકડાઉનના કારણે ભીમારામ પોતાના ગામડે રાજસ્થાન આવી ગયો હતો.

  જોકે, અહીં વાત પુરી થઈ નહીં અને છગનારામ અનિતા સાથે ભીમારામના ગામ પચેરી પહોંચ્યો હતો. યુવતી તરફથી ભીમારામના પરિજનો પાસે 5 લાખ રૂપિયા આપવાની માંગણી કરી હતી. જો રૂપિયા નહીં આપવામાં આવે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓની સાથે સાથે આત્મહત્યા કરવાની પણ વારે વારે ધમકી આપતી હતી. જોકે, ભીમારામે અનિતા અને છગનારામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  Published by:ankit patel
  First published: