કાકાના હાથ ઉપર લખેલું હતું માતાનું નામ, ભત્રીજાએ હત્યા કરી, સાથે મળીને કરી હતી દારૂ પાર્ટી

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

High profile murder case in Jaipur: જયપુરના ભાંકરોટામાં 44 વર્ષના વેપારીની તેના 18 વર્ષના ભત્રીજાએ મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ પ્મરાણે કાકાના હાથ ઉપર પોતાની માતાનું નામ કોતરાવેલું હતું. જેનાથી આરોપી ગુસ્સે ભરાઈને કાકાને રોડથી પ્રહાર કરીનેન હત્યા કરી દીધી હતી.

 • Share this:
  જયપુરઃ રાજસ્થાનની (Rajasthan news) રાજધાની જયુપરમાં હાઈ પ્રોફાઈલ હત્યા કેસનો (High profile murder case in Jaipur) ખુલાસો થયો હતો. પોર્ટ બ્લેયરના વેપારીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જયપુરના ભાંકરોટામાં 44 વર્ષના વેપારીની તેના 18 વર્ષના ભત્રીજાએ (Nephew killed uncle) મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ પ્મરાણે કાકાના હાથ ઉપર પોતાની માતાનું નામ કોતરાવેલું હતું. જેનાથી આરોપી ગુસ્સે ભરાઈને કાકાને રોડથી પ્રહાર કરીનેન હત્યા કરી દીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે 44 વર્ષના વેપારી શશિ અગ્રવાલની હત્યા તેના જ 18 વર્ષના ભત્રીજા રાજ અગ્રવાલે કરીહતી. પોલીસ પ્રમાણે મૃતક શશિ અને હત્યાનો આરોપી રાજનો પરિવાર પોર્ટબ્લેયરમાં રહે છે. અને ત્યાં લોખંડની તીજોરીનો વ્યવસાય કરે છે.

  રાજ અહીં જયપુરમાં રહીને અભ્યાસ કરતો હતો અને સિરસી રોડ ઉપર પહેતો હતો. શશિ કોઈ કામથી જયપુર આવ્યો હતો. તો પોતાના ભત્રીજા અને ભત્રીજાના દોસ્તો સાથે ભેગા મળીને દારૂ પાર્ટી કરતો હતો.

  આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

  આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

  પોલીસ પ્રમાણે રાજે જણાવ્યું કે કાકાના હાથ ઉપર પોતાની માતાનું નામ કોતરાવેલું હતું. જેને જોઈને તે ગુસ્સે ભરાયો હતો. અને અંદર જઈને લોખંડનો સળિયો કાઢીને કાકાના માથાના ભાગે માર્યો હતો. જેનાથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

  હત્યાના આરોપી ભત્રીજા પ્રમાણે શશિના મોત બાદ તેના એક મિત્રને બોલાવ્યો હતો અને યુટ્યૂબ ઉપર લાશને ઠેકાણે પાડવાના ઉપાયો દેખ્યા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, વૈશાલીનગર જઈને મીઠું ખરીદ્યું હતું.

  પોલિથીનની થેલીમાં મીઠા સાથે કાકાની લાશને પેક કરી દીધી હતી. એક ટેક્સી ભાડે કરી હતી અને અવાવરું જગ્યાએ જઈને લાશને ખાડામાં દાડી દીધી હતી. રાજાએ જણાવ્યું કે તેની માતા અને પિતા વચ્ચે છૂટાછેડા થઈ ચુક્યા છે. આ બધા પોર્ટબ્લેયરમાં રહે છે. તે કાકા શશિ સાથે બીજા દિવસે પોર્ટબ્લેયર જવાનો હતો. તેને ખબર હતી કે ઘરમાં કાકાના કારણે તેમના માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો.
  Published by:ankit patel
  First published: