પહેલા હાથમાં ગોળી મારી, પછી દોડાવ્યો અને ઢસડીને ગોળીથી ભેજું ઉડાવી દીધું, બાદમાં પથ્થરથી માથું કચડી નાખ્યું

મૃતક અજય યાદવ

Jaipur news: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર, પોલીસ હત્યારાઓને શોધવા માટે કામે લાગી.

 • Share this:
  જયપુર: પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુરમાં હત્યાનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશોએ સ્કૉર્પિયોમાં સવાર યુવકની તાબડતોબ ગોળી મારીને હત્યા (Jaipur youth killed) નિપજાવી હતી. બદમાશોએ આવતાની સાથે જ મિત્રો સાથે બેઠેલા યુવકના હાથમાં ગોળી મારી હતી. લોહીલૂહાણ થયેલો યુવક ગાડીમાંથી નીચે ઉતરીને બચવા માટે આશરે 30 મીટર દૂર સુધી ભાગ્યો હતો. જે બાદમાં બે પિસ્ટલમાંથી ફાયરિંગ (Firing) કરતાં કરતાં બદમાશોએ યુવકને ઘેરી લીધો હતો અને તેને ઢસડીને એક ચાની કેબિન પર લઈ ગયા હતા.

  અહીં યુવકના માથામાં ગોળી મારીને ભેજું ઉડાવી દીધું હતું. યુવક જીવતો ન રહે તેની ખાતરી કરવા માટે બદમાશોએ મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું. માથામાં ગોળી વાગવાથી ઘટના સ્થળે જમીન પર અડધા ફૂટ ઉંડો ખાડો થઈ ગયો હતો. બાદમાં બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન બદમાશોની પિસ્ટલની એક મેગઝીન ઘટનાસ્થળે પડી રહી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ઘટના સ્થળેથી અડધો ડઝન જેટલા ફૂટેલા કારતૂસના ખોખા મળ્યા હતા.

  આ બનાવ મામલે એડિશનલ ડીસીપી રામસિંહે (Ramsinh) જણાવ્યું કે, બનાવ રામ મંદિર નજીક સૂતમીલ ફાટક પાસે મંગળવારે બપોરે આશરે એક વાગ્યા બન્યો હતો. પીડિત યુવકની ઓળખ સદર પોલીસ મથક પાછળ બડોદિયા વસ્તી નિવાસી 42 વર્ષીય અજય યાદવ (Ajay Yadav) તરીકે કરવામાં આવી છે. અજય પોતાના નિત્યક્રમ પ્રમાણે સૂતમીલ ફાટક (Sut Mill Fatak) પાસે ચા પીવા માટે ગયો હતો. અહીં તેનો સાથી સૌરભ પણ આવ્યો હતો. બંને ચા પીને સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા. આ દરમિયાન ટુ-વ્હીલર પર આવેલા બદમાશોએ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અજય પર ફાયરિંગ કરી દીધું હતું.

  આ પણ વાંચો: Mahant Narendra Giri death: ક્યારેક પોલીસ તો ક્યારેક રાજનેતા સાથે, હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા મહંત નરેન્દ્ર ગિરિ

  પોલીસે જણાવ્યું હતું કે, અજય યાદવ વિરુદ્ધ 2018ના વર્ષ પછી કોઈ જ કેસ નોંધાયો ન હતો. આ પહેલા તેની સામે 10-12 મારપીટના કેસ દાખલ હતા. જે રીતે હત્યા કરવામાં આવી છે તેને જોતા પોલીસે વેરની ભાવનાથી અજયની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. અજયની હત્યા કરનાર લોકો પ્રોફેશનલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ હુમલાખોરોને ઝડપવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV footage) મેળવી રહી છે. ધોળા દિવસે થયેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: