Punjab news: એ જાણવા પતિ અને પત્ની એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને કઈ હદ સુધી જઈ શકે છે તેને સાબિત કરવા માટે કોલ્ડ ડ્રિંગ્સમાં ઝેરી ચીજ મિલાવીને પી લીધી હતી. જેના કારણે બંનેની હાલત ગંભીર થઈ હતી.
પંજાબઃ પતિ પત્નીને (husband-wife) અંદરો અંદર મજાક કરવું એટલી બીધી મોંઘી પડી કે મજાકમાં પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવો મામલો પંજાબના (Punjab) મોગા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં મજાક મજાકમાં પતિ અને પત્ની વચ્ચે તકરાર (husband wife fight) શરૂ થઈ હતી. અને કોણ કોને કેટલો પ્રેમ (love) કરી શકે છે એ દેખાડવા કઈ હદ સુધી જઈ શકે છે.
બંનેએ કોલ્ડ ડ્રિક્સમાં ઉંદર મારવાની દવા ભેળવીને પી (couple drunk poison) લીધી હતી. જ્યાં બંનેની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે બંનેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. બંનને એક વર્ષની પુત્રી પણ છે. મનપ્રીત કૌર અને તેનો પતિ હરજિંદર સિંહ કૌર એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા. જોકે, મનપ્રીત કૌર હવે આ દુનિયામાં નથી પરંતુ હરજિંદર સિંહ સ્થાનિક એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોક્ટરે અત્યારે હરજિંદરની હાલત ખતરાની બહાર ગણાવી છે. પરંતુ હજી તેને બે દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવશે. બીજી તરફ તપાસ અધિકારી પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેએ ઘરમાં મજાક મજાકમાં આ ઘટનાને અંજામ આપી હતી.
એ જાણવા પતિ અને પત્ની એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને કઈ હદ સુધી જઈ શકે છે તેને સાબિત કરવા માટે કોલ્ડ ડ્રિંગ્સમાં ઝેરી ચીજ મિલાવીને પી લીધી હતી. જેના કારણે બંનેની હાલત ગંભીર થઈ હતી. અને પત્ની મનપ્રીત કૌરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે હરજિંદર હજી સારવાર હેઠળ છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને પરિવારોના નિવેદનના આધારે પોલીસે 174ની કાર્યવાહી શરુ કરીને મૃતકાની લાશને પીડિત પરિવારને સોંપી દીધી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર