Home /News /crime /Vehicle Loan Fraud- પુણેનો મહાઠગ: વાહનો લીધા વગર જ 9 બેંકમાંથી 1.2 કરોડ રૂપિયાની વ્હીકલ લોન લીધી! આખરે ઝડપાયો

Vehicle Loan Fraud- પુણેનો મહાઠગ: વાહનો લીધા વગર જ 9 બેંકમાંથી 1.2 કરોડ રૂપિયાની વ્હીકલ લોન લીધી! આખરે ઝડપાયો

કાર લોન

Pune Vehicle Loan Fraud Case: પુણે મિરરે પોલીસના હવાલેથી પ્રસિદ્ધ કરેલા અહેવાલ પ્રમાણે આરોપી વિક્રમ ઇંગલે બોગસ RTO અને વીમા દસ્તાવેજ બનાવ્યા હતા અને બોગસ શોરૂમના નામે બેંકમાં જમા કર્યાં હતા.

મુંબઈ. Pune Vehicle Loan Fraud Case: મહારાષ્ટ્રના પુણે શહેરમાં છેતરપિંડીનો એક ગજબ કેસ સામે આવ્યો છે. આ કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. દત્તાવાડી પોલીસ સ્ટેશન (Dattawadi Police Station)માં નોંધાયેલા કેસની તપાસમાં માલુમ પડ્યું છે કે મુખ્ય આરોપીએ નવ જેટલી સહકારી બેંકો (Co-operative Banks)ને 1 કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લગાડ્યો છે. પોલીસે આરોપી સામે છેતરપિંડી (Cheating) સહિત અનેક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે.

બેંકોમાં નકલી દસ્તાવેજો જમા કર્યાં

પુણે મિરરે પોલીસના હવાલેથી પ્રસિદ્ધ કરેલા અહેવાલ પ્રમાણે આરોપી વિક્રમ ઇંગલે બોગસ RTO અને વીમા દસ્તાવેજ બનાવ્યા હતા અને બોગસ શોરૂમના નામે બેંકમાં જમા કર્યાં હતા. બેંક તરફથી લોન મળ્યા બાદ આરોપી પૈસા કાઢી લેતો હતો. ઇંગલેએ કથિત રીતે આવી જ રીતે નવ બેંકો સાથે 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ક્રાઇમ બ્રાંચને આશંકા છે કે આ ઘટનામાં આંતરરાજ્ય ટોળકીની સંડોવણી હોઈ શકે છે.

આ પણ વાંચો: Surat news: ગઠિયાઓએ રૂ.20 કરોડની આચરી છેતરપિંડી, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

આ રીતે બેંકોને ઠગી

ઇંગલે વિરુદ્ધ એક બેંકમાં તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ઇંગલે તેમજ અન્ય ગુનેગારોએ જૂન 2019માં મહિન્દ્રા XUV 500 માટે વ્હીકલ લોન માટે અરજી કરી હતી. આ માટે તેણે સહ્યાદ્રી મોટર્સ તરફથી જાહેર કોટેશન અને રજિસ્ટ્રેશન નંબર, ઇનવોઇસ અને ઇન્શ્યોરન્સ પેપર સહિત અનેક દસ્તાવેજ રજૂ કર્યા હતા. આ રીતે આરોપીને લોન મંજૂર થઈ હતી. જોકે, તે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે કૉલ કે ઇમેઇલનો જવાબ આપ્યો ન હતો. આ માટે બેંકે તપાસ શરૂ કરી હતી.

બેંક તપાસમાં માલુમ પડ્યું કે આરોપીએ આપેલા તમામ દસ્તાવેજ બોગસ છે. જે ગાડી પર તેણે લોન લીધી હતી તે હકીકતમાં હતી જ નહીં.

આ પણ વાંચો: Rs 500 Note: છેતરપિંડીથી બચજો! આ રીતે જાણો તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી

નવ બેંકને લગાડ્યો ચૂનો

આ મામલે પબ્લિક પ્રોસિક્યુસર પુષ્કર સપ્રેએ જણાવ્યું કે, "પ્રોસિક્યૂટરે એ બેંકોની યાદી જમા કરી છે, જેની સાથે આરોપીએ બોગસ દસ્તાવેજ સાથે છેતરપિંડી કરી છે. તમામ કેસમાં છેતરપિંડીની રીત એક જેવી જ છે. આરોપીએ કોટેશન તેમેજ અન્ય નકલી દસ્તાવેજો સાથે શામરાવ વિઠ્ઠલ સહકારી બેંક, જનકલ્યાણ નગરી સહકારી પટસંસ્થા, સારસ્વત અર્બન કો-ઓપરેટિવ બેંક, સંત સપોનકાકા સહકારી બેંક, ધાયરેશ્વર નગરી સહકારી પટ સંસ્થા, શ્રી શાસ્તાર્જુન નગરી સહકારી પટસંસ્થા, ધનવંતરી નગરી સહકારી પટસંસ્થા, ગુરુદેવ નગરી સહકારી અને યંત્ર નિર્માણ નગરી સહકારી પટસંસ્થામાં જમા કર્યાં હતા. આરોપીએ તમામ બેંકો સાથે કુલ 1.2ક રોડની છેતરપિંડી કરી હતી."
First published:

Tags: Bank, Loan, Pune, કૌંભાંડ, ગુનો, પોલીસ

विज्ञापन