જયપુરમાં સાત વર્ષની બાળકીને ઘર બહારથી ઉઠાવી જઈને દુષ્કર્મ

News18 Gujarati
Updated: July 3, 2019, 8:48 AM IST
જયપુરમાં સાત વર્ષની બાળકીને ઘર બહારથી ઉઠાવી જઈને દુષ્કર્મ
પણ પાછળથી નવીનને ખબર પડી કે બિટ્ટુના લગ્ન થઇ ગયા છે. અને આ જ કારણે તેણે પોતાના નાણાં અને દાગીના પાછા માંગ્યા. તો બિટ્ટુએ તેમની પર તેલ નાંખી તેને આગ ચાંપી દીધી.

લોકોએ પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો કર્યો, વાહનોમાં તોડફોડ બાદ અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  સોમવારે સાંજે જયપુરના અમુક વિસ્તારોમાં લોકોના દેખાવો બાદ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સાત વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મ બાદ લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બાળકી શાસ્ત્રીનગર ખાતે પોતાના ઘર બહાર રમી રહી હતી ત્યારે એક વ્યક્તિ મોટરસાઇકલ પર તેનું અપહરણ કરી ગયો હતો. ચાલકે બાળકીને એવું કહ્યું હતું કે તેના પિતાને અમુક પૈસા આપવાના છે. આવું કહીને તે બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારને જ્યારે ભાન થયું કે બાળકીનું અપહરણ થયું છે ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.

તપાસ કરતા સાત વર્ષની બાળકી બે કલાક બાદ અમાનીશાહ કેનાલ ખાતેથી મળી આવી હતી, જે શહેરથી 15 કિલોમીટર દૂર આવેલી છે. હાલ બાળકીની જયપુરની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે.

પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, "આરોપીએ બાળકીને પટ્ટા વડે ફટકારી હતી. બાળકીના કપાળ પર ટાંકા પણ લેવા પડ્યા છે. બાદમાં આરોપી તેને ઘરથી 15 કિલોમીટર દૂર કેનાલ પાસે મૂકીને ભાગી ગયો હતો."

બનાવ બાદ લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો અને આરોપીને પકડવા સહિતના પગલાં ભરવાની માંગ કરી હતી. અમુક લોકોએ બહાર પડેલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. બનાવ બાદ પોલીસને વધારાનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે 16 લોકોની અટકાયત કરી હતી.

આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે 10 દિવસ પહેલા પણ આ વિસ્તારમાં આવો જ બનાવ બન્યો હતો. એ વખતે ચાર વર્ષની બાળકીને તેના ઘર બહારથી ઉઠાવી જવામાં આવી હતી અને તેના પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પણ પરિવારે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં આરોપીઓની ધરપકડ થઈ નથી. આ બંને ઘટનાના આરોપીઓ એક જ હોવાની લોકો શંકા સેવી રહ્યા છે.
First published: July 3, 2019, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading