હરિયાણાઃ જાટ આંદોલન હિંસક બન્યું,દેખો ત્યાં ઠારના આદેશ,87 ટ્રેનો રદ,ભાજપ સાંસદને ઘરે તોડફોડ

News18 Gujarati | IBN7
Updated: February 20, 2016, 9:37 AM IST
હરિયાણાઃ જાટ આંદોલન હિંસક બન્યું,દેખો ત્યાં ઠારના આદેશ,87 ટ્રેનો રદ,ભાજપ સાંસદને ઘરે તોડફોડ
ચંદીગઢઃ હરિયાણામાં જાટ સમુદાયનું અનામતને લઈને પ્રદર્શન ઉગ્ર બનતા આજે હરિયાળામાં પરિસ્થીથી તંગ બની છે.રોહતકમાં પ્રદર્શનકારીઓએ સ્કાઈટેક મોલમાં આગ લગાવી દીધી છે. અત્યાર સુધી હરિયાણામાં તોફાનોમાં 4ના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ હજુ રેલવે સ્ટેશનો પર અડ્ડો જમાવી રહ્યા છે. પરિસ્થિતિ જોતા કાલકાથી નવી દિલ્હી જતી શતાબ્દી ટ્રેન અને હિમાચલથી નવી દિલ્હી જતી જનશતાબ્દી ટ્રેન રદ કરી દેવાઇ છે.

  • IBN7
  • Last Updated: February 20, 2016, 9:37 AM IST
  • Share this:
ચંદીગઢઃ હરિયાણામાં જાટ સમુદાયનું અનામતને લઈને પ્રદર્શન ઉગ્ર બનતા આજે હરિયાળામાં પરિસ્થીથી તંગ બની છે.રોહતકમાં પ્રદર્શનકારીઓએ સ્કાઈટેક મોલમાં આગ લગાવી દીધી છે. અત્યાર સુધી હરિયાણામાં તોફાનોમાં 4ના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ હજુ રેલવે સ્ટેશનો પર અડ્ડો જમાવી રહ્યા છે. પરિસ્થિતિ જોતા કાલકાથી નવી દિલ્હી જતી શતાબ્દી ટ્રેન અને હિમાચલથી નવી દિલ્હી જતી જનશતાબ્દી ટ્રેન રદ કરી દેવાઇ છે.સોનીપતના નાંગલ ગામમાં હાઇવે ચક્કાજામ કરી દેવાયો છે. દિલ્હીથી પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરનો સંપર્ક તુટી ગયો છે. કુલ 87 ટ્રેનો રદ તેમજ 13 ટ્રેન રસ્તામાં રોકી દેવાઇ છે.રોહતક અને ભિવાનીમાં કર્ફ્યુ લાગુ કરાયો છે.હિંસા પ્રભાવિત વિસ્તારમાં સેના બોલાવાઈ છે.રોહતક-ભિવાનીમાં પ્રદર્શનકારીને દેખતા જ ગોળી મારવાના આદેશ અપાયા છે.
કૈથા જિલ્લામાં આંદોલનકારીઓએ વ્યાપક હિંસા આચરતાં રાજ્ય સરકારે સેનાની મદદ માગી હતી. સ્થિતિ વકરતાં રોહતક અને ભિવાનીમાં તૈનાત કરાયેલી સેનાને દેખો ત્યાં ઠારના આદેશ અપાયા હતા.શુક્રવારે દિલ્હીથી હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ જતી લગભગ ૫૫૦ ટ્રેનો પર અસર પડી હતી. ૨૧ જિલ્લામાં સડકો પર ચક્કાજામને કારણે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રકો સહિતનાં હજારો વાહનો અટવાઈ પડયાં હતાં.

રાજ્યનાં ઘણાં શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનો બંધ રહ્યાં હતાં. હરિયાણાના કેટલાક વિસ્તારોમાં જાટો અને શીખો વચ્ચે અથડામણો થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.તોફાની ટોળાઓએ ચંડીગઢના સેક્ટર ૧૬માં રાજ્યના નાણામંત્રી કેપ્ટેન અભિમન્યુનાં ઘરને આગ ચાંપી હતી. તોફાને ચડેલાં ટોળાંએ રોહતકના આઈજીનાં નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો.
First published: February 20, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading