11 વર્ષીય વિદ્યાર્થિનીની દર્દનાક કહાની! 'હેડમાસ્તરે સ્કૂલના ક્લાસરૂમમાં મારી સાથે રેપ કર્યો'

પકડાયેલો હેડમાસ્ટર, યુવતીની પ્રતિકાત્મક તસવીર

rajasthan crime news:બાળકીએ ચાઈલ્ડ હેલ્પલાઈન (Child helpline) ઉપર ફોન કર્યો હતો. બાળકીનો (victim) ફોન ઉપર આખી ઘટના અંગે જાણકારી આપી હતી.

  • Share this:
    ઝુંઝુનુંઃ રાજસ્થાનના (Rajasthan news) ઝુંઝુનૂના સિંધાના પોલીસ સ્ટેશન (sindhana police station) વિસ્તાર સ્થિત સરકારી સ્કૂલમાં (Government school) શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અનુસાર સરકારી સ્કૂલની (sarkari school room) રૂમમાં જ હેડ માસ્તરે (Head Master) સાતમાં ધોરણમાં ભણતી 11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ (rape with girl student) આચર્યું હતું. ઘટનાની જાણકારી મળતાં જ સિંધાના પોલીસે તત્પરતા દેખાડીને દુષ્કર્મના આરોપી હેડમાસ્ટરની ધરપકડ કરી લીધી હતી.

    બાળકીએ પોતાની સાથે થયેલી દર્દનાક ઘટનાની જાણ કલ્યાણ સમિતિને આપી હતી. બાળકીએ કલ્યાણ સમિતિને કોલ કરીને જણાવ્યું હતું કે, સ્કૂલના હેડમાસ્તરે ક્લાસરૂમમાં (head master rape with student in class room) મારી સાથે દુષ્કર્મ આચર્યું છે. સમિતિની સૂચનના ઉપર સિંધાના પોલીસે તરત કાર્યવાહી કરી હતી. આ મામલે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધી હતી.

    સિંધાના પોલીસ ઇન્ચાર્જ ભજના રામના જણાવ્યા પ્રમાણે ઘટના ગત 5 ઓક્ટોબરની છે. વિસ્તારમાં સરકારી સ્કૂલની સાતમાં ધોરણની વિદ્યાર્થિની સાથે હેડ માસ્તરે દુષ્કર્મ કર્યું હતું. આરોપી હેડ માસ્તરે દુષ્કર્મ બાદ કોઈને વાત કરી તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

    મામલાની જાણકારી મળતા જ કરીરીવાસ પોલીસ સ્ટેશનની ટીમે અલવરના ખુશખેડા નિવાસી આરોપી હેડમાસ્તર કેશવ યાદવ સિંધાનાની ધરપકડ કરી દીધી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

    આરોપીએ બાળકીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત 5 ઓક્ટોબરની ઘટના બાદ બાળકી ખુબ જ પરેશાન રહેતી હતી. બાળકીને પોતાના પરિજનોએ અનેક વખત પૂછપરછ કરવા છતાં ગત શુક્રવારે બાળકી અભ્યાસ કરતી હતી ત્યારે બાળકીની નજર પુસ્તક પાછળ લખેલા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ઉપર પડી હતી.

    આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

    બાળકીએ ચાઈલ્ડ હેલ્પલાઈન ઉપર ફોન કર્યો હતો. બાળકીનો ફોન ઉપર આખી ઘટના અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ ચાઈલ્ડ હેલ્પલાઈનની ઘટના અંગે બાળ કલ્યાણ સમિતિની અધ્યક્ષ અર્ચના ચૌધરીને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-મોરબીઃ ભાભીને પામવા માટે ભાઈએ જ પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું, સર્ફરાજ ફિરોઝશા ઝડપાયો

    ઘટનાની જાણકારી મળતાં જ બાળ કલ્યાણ સમિતિની ટીમ બાળકીને મળી અને બાળકી સાથે થયેલી આખી ઘટનાની જાણકારી લીધી હતી. ત્યાર બાદ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અર્ચના ચૌધરીએ ઝુંઝુનૂં એસપી મનીષ ત્રિપાઠીને ઘટનાની જાણકારી આપી હતી.

    આ પણ વાંચોઃ-યુવતીની રુંવાડા ઉભા કરી નાંખે એવી ઘટના! 'મારા નગ્ન ફોટો લીધા, મને પોતાના ઘરે બોલાવી અને દરરોજ....'

    કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. ઝુઝુનું એસપીએ તરત સિંધાના પોલીસ સ્ટેશનને મામલે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી બાળકીનું મેડિકલ કરવાની તજવીજ હાથધરી હતી.
    Published by:ankit patel
    First published: