Home /News /crime /

દર્દનાક હત્યા! ઈંટથી માર મારીને મહિલાએ પોતાની જ ગર્ભવતી મિત્રની કરી હત્યા, પેટ કાપી બાળક ચોર્યું

દર્દનાક હત્યા! ઈંટથી માર મારીને મહિલાએ પોતાની જ ગર્ભવતી મિત્રની કરી હત્યા, પેટ કાપી બાળક ચોર્યું

મૃતક મહિલાની તસવીર (Twitter/@Vegz05)

brazil crime news: તેણે છરી વડે તેનું પેટ કાપી નાખ્યું અને ગર્ભમાંથી તેના ગર્ભસ્થ બાળકને (Woman Cuts Friend Womb to Steal Unborn Baby) બહાર કાઢ્યો હતો. પછી તેણે મહિલાને ખાલી ભઠ્ઠીમાં મરવા માટે મૂકીને ફરાર થઈ હતી જ્યાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું.

વધુ જુઓ ...
  બ્રાઝીલઃ ઈતિહાસમાં ગુનાની અનેક મોટી ઘટનાઓ દુનિયાને હચમચાવી દે છે. આવી ઘટનાઓના કારણે લોકો ડરી જતાં હોય છે. ક્રાઈમ સાથે જોડાયેલી આવી જ એક ઘટના જેનું પરિણામ પણ ખુબ જ દર્દનાક છે. તાજેતરમાં બ્રાઝિલમાં (Brazil Crime News) આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં એક મહિલાનું દર્દનાક મોત થયું છે. નવાઈનવી વાત તો એ છે કે ગર્ભવતિ મહિલાની હત્યા (Brazil Woman Killed Pregnant Friend) તેની જ મહિલા મિત્રએ કરી હતી.

  ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, બ્રાઝિલના કેનેલિન્હામાં (Canelinha)27 ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. 24 વર્ષીય ફ્લાવિયા ગોડિન્હો માફ્રા (Flavia Godinho Mafra) 9 મહિનાની ગર્ભવતી હતી. જ્યારે તેની બેસ્ટ મિત્ર રોસાલ્બા મારિયા ગ્રિમે (Rosalba Maria Grime) તેને નકલી બેબી શાવર અને ફોટો શૂટની ઓફર કરી હતી. ગ્રિમે મહિલા મિત્રને એક નિર્જન જગ્યાએ લઈ ગઈ જ્યાં ઈંટનું કામ થતું હતું.

  હત્યારી મિત્રની તસવીર (Twitter/@Vegz05)


  ત્યાં લઈ ગયા બાદ ગ્રિમે રોસાલ્બાએ ફ્લાવિયા પર ઈંટ વડે અનેક વાર (Woman Killed Friend With Brick) હુમલો કર્યો હતો જેના પગલે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અને ત્યારબાદ તેણે છરી વડે તેનું પેટ કાપી નાખ્યું અને ગર્ભમાંથી તેના ગર્ભસ્થ બાળકને (Woman Cuts Friend Womb to Steal Unborn Baby) બહાર કાઢ્યો હતો. પછી તેણે મહિલાને ખાલી ભઠ્ઠીમાં મરવા માટે મૂકીને ફરાર થઈ હતી જ્યાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

  ડોક્ટરોએ મહિલાને પોલીસને સોંપી દીધી
  ફ્લાવિયાના મૃત્યુ પછી રોસાલ્બા તેના જીવનસાથી સાથે હોસ્પિટલ પહોંચી હતી. તેણે પોતાના પાર્ટનરને પણ અંધારામાં રાખ્યો હતો. તેણે તેના પાર્ટનરને કહ્યું કે તે ગર્ભવતી છે. જ્યારે તે બાળકને લઈને આવી ત્યારે તેણે તેને કહ્યું કે તે તેનું એકમાત્ર સંતાન છે. હૉસ્પિટલ પહોંચીને તેણે ડૉક્ટરોને તેની અચાનક ડિલિવરી વિશે જણાવ્યું, પરંતુ ડૉક્ટરોને શંકા ગઈ અને તેણે તરત જ પોલીસને બોલાવીને મહિલાને પોલીસને હવાલે કરી હતી.

  આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો

  મહિલાએ કોર્ટમાં ગુનો કબૂલ કર્યો
  મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે તે ફ્લાવિયાથી ઈર્ષ્યા કરતી હતી અને તેનું બાળક ચોરી કરવા માંગતી હતી. તેથી જ ઓનલાઈન રિસર્ચ કરીને તેણે બાળકને પેટમાંથી કેવી રીતે દૂર કરવું તે શોધી કાઢ્યું હતું. આ આખી ઘટના પછી મહિલાના પાર્ટનરને પણ ગુનેગાર ગણવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સાબિત થયું કે તેનો કોઈ હાથ નથી, તો તેને છોડી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે મહિલાને 57 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Murder case, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन