પતિ-પત્ની અને પ્રેમિકા : પતિના આદેશથી પ્રેમિકાએ કરી પત્નીની હત્યા!

રવનીત, પતિ સાથે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિએ તેની પત્નીની હત્યા કરવા માટે તેની પ્રેમિકાને પંજાબ મોકલી હતી.

 • Share this:
  પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આવેલી ભાખરા કેનાલમાંથી ગુમ થયેલી ભારતી મૂળની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાકાંડને મહિલાના પતિએ જ અંજામ આપ્યો હતો. આ માટે તેણે ઓસ્ટ્રેલિયાથી તેની પ્રેમિકાને તેની પત્નીની હત્યા કરવા માટે મોકલી હતી.

  ફિરોઝપુરના SSP સંદીપ ગોયલે એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "મહિલાના પતિના અન્ય એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હતા. આ કેસમાં મહિલાના પતિ અને તેની પ્રેમિકા મુખ્ય શકમંદ છે."

  આ કેસની વાત કરવામાં આવે તો રવનીત કૌર 14મી માર્ચના રોજ પોતાના માતાપિતાના ઘરે આવી હતી. રવનીતના માતાપિતા ફિરોઝપુર જિલ્લાના એક ગામમાં રહે છે. છેલ્લે તેણીએ પોતાના પતિ જસપ્રીત સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે રવનીત વીડિયો કોલ પર પોતાના પતિ સાથે વાત કરતાં કરતાં ઘર બહાર નીકળી હતી. આ દરમિયાન તેણીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

  પોલીસના જણાવ્યા પ્રમાણે જસપ્રીતના કીરનજીત કૌર નામની એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધ હતા. જસપ્રીતના કહેવાથી તેણી પંજાબ આવી હતી અને તેણીએ તેની બહેન અને બીજા સંબંધીઓની મદદ લઈને રવનીતની હત્યા કરી નાખી હતી.

  આ મામલે પોલીસે ચાર લોકો, જસપ્રીત કૌર, કિરનજીત કૌર, કિરનજીત કૌરીની બહેરન તીરંજીત કૌર, અને તેના સંબંધી સંદીપ સિંઘ સામે ગુનો નોંધ્યો છે.

  આ કેસમાં પોલીસે તીરંજીત અને સંદીપની ધરપકડ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: