Home /News /crime /

કુતિયાણાના યુવકની અપહરણ કરી હત્યા, ચાર આરોપી ઝબ્બે

કુતિયાણાના યુવકની અપહરણ કરી હત્યા, ચાર આરોપી ઝબ્બે

પોરબંદરઃ પોરબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે કુતિયાણાના યુવાનનું જુના મનદુખના કારણે અપહરણ અને ત્યારબાદ પોરબંદરના છાંયા નવપાર વિસ્તારમાં યુવાનને માર મારીને મોત નિપજાવનાર આ હત્યાના ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદરઃ પોરબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે કુતિયાણાના યુવાનનું જુના મનદુખના કારણે અપહરણ અને ત્યારબાદ પોરબંદરના છાંયા નવપાર વિસ્તારમાં યુવાનને માર મારીને મોત નિપજાવનાર આ હત્યાના ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

પોરબંદરના કુતિયાણ ગામે રહેતા હરીશ કેશવાલા અને આ કેસના ફરિયાદી રમેશ કે જે મૃતક હરીશના માસીયાઈ ભાઈ પણ થતો હોય તે બન્ને શખ્સોને પરબત ઓડેદરા,જીજ્ઞેશ સલેટ,મુરુ બોખીરીયા તેમજ રાજુ ભૂતિયા નામના શખ્સોએ મૃતક હરીશ અને તેના ભાઈ રમેશનુ રીક્ષામાં અપહરણ કરીને છાયા નવાપરાના ખાણ વિસ્તારોમાં લઈ ગયા હોય અને જ્યા આ ચારે શખ્સોએ આ બન્નેને ઝાડ સાથે બાંધીને વડવાઈ તેમજ ઢીકાપાટુ તેમજ લાકડી વડે મુંઢ માર વરસાવ્યો હતો.

એક વખત આ રીતે માર્યા બાદ આ બન્નને છાંયા વિસ્તારમાં લાવ્યા બાદ ફરીથી તેઓને માર મારીને પાણીમાં ડુબાડવા સહિતના અત્યાચાર ગુજારવામાં આવ્યા હોય જેમાં મૃતક હરીશને વધુ મુંઢ માર લાગતા તેનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ...ત્યારબાદ આરોપીઓ દ્વારા આ શખ્સોને તેમના ઘરે મુકી જતા રહ્યા હતા ઈજાગ્રસ્ત રમેશ તાત્કાલીક મૃતક રમેશને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ કમલાબાગ પોલીસ સ્ટેશનને થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.જ્યા આ કેસનો ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં પોલીસને એવુ જણાવ્યુ હતુ કે,આ કેસનો આરોપી જીગ્નેશ સલેટના ભાઈ સાથે વર્ષો પહેલા મૃતક હરીશને માથાકુટ થતા તેણે આરોપીના ભાઈને પોલીસમાં પકડાવેલ હોય તેવો ખાર રાખીને જીગ્નેશ સહિતના ચારેય શખ્સોએ આ રીતે તેઓનુ અપહરણ કરીને હરીશને મોતને ઘાટ ઉતારેલ છે.
First published:

Tags: અપહરણ, આરોપી`, ક્રાઇમ, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन