પોરબંદરઃધોળે દિવસે કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.3લાખ ભરેલી બેગ લૂંટાતા પોલીસ પર માછલા ધોવાયા

પોરબંદરઃ પોરબંદરના એમજી રોડ પર આવેલ જુની પોસ્ટ ઓફીસ નજીકથી ધોળે દિવસે કોન્ટ્રાક્ટર પાસે રહેલી 3 લાખ ભરેલી બેગને લઈને ગઠીયો ફરાર થઈ જતા કમાલાબાગ પોલીસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોરબંદરઃ પોરબંદરના એમજી રોડ પર આવેલ જુની પોસ્ટ ઓફીસ નજીકથી ધોળે દિવસે કોન્ટ્રાક્ટર પાસે રહેલી 3 લાખ ભરેલી બેગને લઈને ગઠીયો ફરાર થઈ જતા કમાલાબાગ પોલીસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
પોરબંદરઃ પોરબંદરના એમજી રોડ પર આવેલ જુની પોસ્ટ ઓફીસ નજીકથી ધોળે દિવસે કોન્ટ્રાક્ટર પાસે રહેલી 3 લાખ ભરેલી બેગને લઈને ગઠીયો ફરાર થઈ જતા કમાલાબાગ પોલીસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુળ રાજસ્થાની અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરમાં રહેતા અને એક કાન્ટ્રોક્ટાર એવા જગદીશ શર્માએ માણસોને પગાર ચુકાવવા માટે

એમજીરોડ પર આવેલ બેન્કમાંથી 3 લાખ રુપિયાની રોકડ ઉપાડી હતી.આ રોકડ લઈને તેઓ જઈ રહ્યા હોય તે દરમિયાન આ આધેડને ગઠીયાએ કોઈ કેમિકલ પદાર્થ છાંટતા તેઓને ખંજવાળ આવતા તેઓએ રુપિયા ભરેલ બેગ નીચે રાખીને ખંજવાળી રહ્યા હતા.

તે દરમિયાન ચોરીના ઈરાદે આવેલ ગઠીયો રુપિયા ભરેલી બેગ લઈને નાસી છુટતા ફરિયાદી તાત્કાલીક પોલીસ સ્ટેશને પહોચીને પોતાની આપવીતી જણાવી આ અજાણ્યા ગઠીયા વિરુદ્ધ લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવતા કમાલાબાગ પોલીસે પણ આ ગઠીયાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
First published: