પિત્ઝાની જેમ થતી હતી ગાંજાની હોમ ડિલીવરી, ફોન પર લેવાતો હતો ઓર્ડેર

તસવીર : ન્યૂઝ 18 ક્રિએટીવ

એક મેસેજ કે પછી એક મોબાઇલ કૉલથી ગાંજાની ડિલીવરી થતી હતી. શુક્રવારે દિલ્હી પોલીસે એક અનોખા ગુનેગારને ઝડપી પાડ્યો છે.

 • Share this:
  નાસિર હુસૈન

  પિત્ઝાથી લઈને પર્ફ્યૂમ સુધીની હોમ ડિલીવરીના સમયમાં ગુનેગારોએ પણ હાથ અજમાવી લીધો છે. દિલ્હી પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે જે પિત્ઝાની જેમ ફન પર ઑર્ડર મળતા જ ઘર બેઠા ગાંજાની સપ્લાય કરતા હતા.

  શુક્રવારે દિલ્હી પોલીસે એક ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગ તેમના ગ્રાહકોને ગાંજાની ફ્રી હોમ ડિલીવરી આપતી હતીં. ફક્ત એટલું જ નહીં ગાર્ડનથી લઈને હોટેલ અને સિનેમા હૉલ સુધી ડિલીવરી આપતા હતા.

  ગ્રાહકો કોલ કરીની બૂકિંગ કરાવે અથવા તો વોટ્સએપ પર મેસેજ કરે એટલે બુકિમંગ થઈ જતું હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ ગેંગ તમને જ્યારે ઑર્ડેર કરવા આવે ત્યારે માત્ર કોડવર્ડ બોલવાથી માલ મળી જતો હતો. આ કોડ દિલ્હીના જુદા જુદા વિસ્તારના રોડના નામે રાખવામાં આવતો અને દર 15 દિવસે કોડ બદલાઈ પણ જતો હતો.

  ગાંજાની ડિલીવરીનું નેટવર્ક ચલાવવા માટે આ ગેંગ દ્વારા ઉસ્માનપુરામાં એક ઑફિસ અને ગોડાઉન પણ તૈયાર કર્યુ હતું. ઑર્ડર રીસિવ કરવા માટે એક મેનેજર રાખવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સંચાલકો દ્વારા ડિલીવરી બોયને એક દિવસના રૂ. 500થી 800 જેટલો ચાર્જ આપવામાં આવતો હતો. આ ગેંગ દ્વારા ટ્રેનમાં જ મુસાફરોના સ્વાંગમાં ગાંજાની ખેપ કરવામાં આવતી હતી.
  Published by:Jay Mishra
  First published: