Home /News /crime /

ડફેરને જવા દેતાં પોલીસને ખાવા પડ્યા ડંડા !

ડફેરને જવા દેતાં પોલીસને ખાવા પડ્યા ડંડા !

કઠલાલ તાલુકાના અપ્રુજી ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં ડફેર ટોળકી આવી હોવાથી ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. પરંતુ ગામમાં આવેલી પોલીસે ડફેર ટોળકીને પકડવાને બદલે જવા દીધી હોવાની રાવ ઉઠતાં ગામલોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને પોલીસને નિશાન બનાવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસના વાહનોની તોડફોડ કરી હતી. સામે પોલીસે ટીયરગેસ અને ફાયરીંગ કરતાં ગામના છ વ્યક્તિઓ ઘાયલ થયા છે. ગામમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
કઠલાલ # કઠલાલ તાલુકાના અપ્રુજી ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં ડફેર ટોળકી આવી હોવાથી ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. પરંતુ ગામમાં આવેલી પોલીસે ડફેર ટોળકીને પકડવાને બદલે જવા દીધી હોવાની રાવ ઉઠતાં ગામલોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને પોલીસને નિશાન બનાવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસના વાહનોની તોડફોડ કરી હતી. સામે પોલીસે ટીયરગેસ અને ફાયરીંગ કરતાં ગામના છ વ્યક્તિઓ ઘાયલ થયા છે. ગામમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

કઠલાલ તાલુકા ના અપ્રુજી ગામ મા કે જ્યાં ગામ જનોએ પોલીસ પર હુમલો કર્યો છે..જેમા 9 પોલીસ કર્મીઓ ઘવાયા છે..જોકે સામે પોલીસ પણ મામલો થાળે પાડવા માટે ફાયરીંગ કર્યુ છે.. જેમા ગામ જનો ઘવાયા છે. ગામમાં ગઇકાલે બપોરે ગામજનો એ ડફેર એટલે કે ચોર ત્રટક્યા હોવાની વાતને લઇને પોલીસ બોલાવી હતી. પરંતુ પોલીસે તે ડફેર ને જવા દેતા અંતે મામલો બિચક્યો હતો અને ગામલોકોએ પોલીસ પર હુમલો કર્યો. પોલીસની ચાર ગાડીઓમા તોડફોડ કરી હતી. જેમા 9 પોલીસ કર્મીઓ ઘવાયા હતા.

પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને સમગ્ર જીલ્લાની પોલીસ ને બોલાવી લઇને મામલો થાળે પાડવા માટે ટીયરગેસ ના સેલ છોડ્યા હતા અને ફાયરીંગ પણ કર્યુ હતુ. જેમાં 6 વ્યક્તિઓ ઘવાયા હતા.

રાતવાસો કર્યો ખેતરમાં : પોલીસના ડરને પગલે ગામલોકોએ રાતવાસો ખેતરમાં વિતાવ્યો હતો. ગામમાં આખો દિવસ અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. પોલીસ પણ ગામલોકો સામે કડકાઇ કરતી જોવા મળી હતી.

ગામમાં ડફેરોનો ત્રાસ : અપ્રુજી અને આસપાસના ગામમાં છેલ્લા પંદરેક દિવસથી ડફેરોનો ભારે ભય પ્રવર્તી રહ્યો છે. ચોરી લૂંટફાટની ઘટનાઓને પગલે ગામલોકો ફફડી રહ્યા છે. આવા સંજોગોમાં પોલીસની ઢીલી નીતિ સામે ગામલોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
First published:

Tags: ક્રાઇમ, ચોર, પોલીસ, લુટારૂ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन