Home /News /crime /

પોલીસની સતર્કતાથી મંડળીના લાખો રૂપિયા લૂંટાતા બચ્યા

પોલીસની સતર્કતાથી મંડળીના લાખો રૂપિયા લૂંટાતા બચ્યા

સામાન્ય સંજોગોમાં ચોરી લૂંટ કે અન્ય ઘટના બાદ પોલીસ આવતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની પોલીસની સતર્કતાએ લૂંટની મોટી ઘટના ઘટતી અટકાવી છે. દૂધ મંડળીના રૂપિયા લઇ જતા કર્મચારીને લૂંટવાના ઇરાદે હાથમાં મરચાંની ભૂકી લઇ તૈયાર ઉભેલા લુટારૂઓએ ઝડપી લઇ પોલીસે લૂંટ પહેલા જ લૂંટનો પર્દાફાશ કર્યો છે.

સામાન્ય સંજોગોમાં ચોરી લૂંટ કે અન્ય ઘટના બાદ પોલીસ આવતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની પોલીસની સતર્કતાએ લૂંટની મોટી ઘટના ઘટતી અટકાવી છે. દૂધ મંડળીના રૂપિયા લઇ જતા કર્મચારીને લૂંટવાના ઇરાદે હાથમાં મરચાંની ભૂકી લઇ તૈયાર ઉભેલા લુટારૂઓએ ઝડપી લઇ પોલીસે લૂંટ પહેલા જ લૂંટનો પર્દાફાશ કર્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
છોટાઉદેપુર # સામાન્ય સંજોગોમાં ચોરી લૂંટ કે અન્ય ઘટના બાદ જ પોલીસ આવતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની પોલીસની સતર્કતાએ લૂંટની મોટી ઘટના અટકાવી છે. દૂધ મંડળીના રૂપિયા લઇ જતા કર્મચારીને લૂંટવાના ઇરાદે હાથમાં મરચાંની ભૂકી લઇ તૈયાર ઉભેલા લુટારૂઓએ ઝડપી લઇ પોલીસે લૂંટ પહેલા જ લૂંટનો પર્દાફાશ કર્યો છે.

છોટાઉદેપુરમાં દૂધ મંડળીના કર્મચારીઓ સાથે લૂંટની બનતી ઘટનાઓથી પોલીસ ચિંતિત બની હતી. ડેરીના મંત્રી ડેરીના નાણા બેંકમાંથી ઉપાડી મહિનાની 7 ,17 અને 27તારીખે ઉપાડી ડેરીએ લઈ જતા હોવાની વિગતોને આધારે પોલીસે આ દિવસોમાં ખાસ વોચ રાખી હતી.

જેમાં દૂધ ડેરીના કર્મચારીને લૂંટી લેવા પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામે સુમસામ રોડ ઉપર હાથમાં મરચા પાવડર અને તીક્ષ્ણ હથિયાર સાથે તૈયાર ઉભા રહેલા ત્રણ શખ્સો શંકાસ્પદ લાગતાં પોલીસે ઝડપી લઇ તપાસ કરતાં મોટો ખુલાસો સામે આવ્યો હતો.

પ્રવિણ નવસીંગ રાઠવા, ટીના અલ્સીંગ રાઠવા અને રાકેશ રાયસીંગ રાઠવા આ ત્રણેય શખ્સોની કડક પુછપરછ કરતાં લૂંટ કરવાના ઇરાદે ઉભા હોવાનું કબુલ્યું હતું અને અન્ય બે સાગરીતો અન્ય સ્થળે ઉભા હોવાની બાતમી આપતાં પોલીસે માસ્ટર માઇન્ડ વિષ્ણુ રાઠવા અને બાબુને ઝડપી લીધા હતા.

લૂંટની ઘટનાને અંજામ આપે એ પૂર્વે પોલીસ પકડમાં આવી ગયેલા લુટારૂઓએ આપેલી માહિતીને આધારે પોલીસે લૂંટના માસ્ટર માઇન્ડ એવા કવાંટ તાલુકાનાં પાણીબાર ગામના વિષ્ણુ રાઠવા અને જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના બાબુ બારિયાને પણ ઝડપી લીધા હતા.

બાબુ બારિયા પાસેથી હાથ બનાવટની રીવોલ્વર અને 2 જીવતા કારતુસ જયારે વિષ્ણુ પાસેથી હાથ બનાવટની માઉઝર અને બે જીવતા કારતૂસ તેમજ ધારદાર મોટુ ધારીયુ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ધાડપાડુ ગેંગનો મુખ્ય આરોપી વિષ્ણુ રાઠવા અને બાબુ બારીયા બંને હિસ્ટ્રીશીટર છે. વિષ્ણુએ હાલના પાવીજેતપુરના ધારાસભ્ય જેંતી રાઠવા ઉપર છ વર્ષ અગાઉ ફાઈરીંગ કરી જાન લેવા હુમલો કર્યો હતો. જેમાં ધારાસભ્ય જેંતી રાઠવા બાલ બાલ બચ્યા હતા.

કહેવાય છે કે ત્યાર બાદ વિષ્ણુએ એવી બાધા લીધી હતી કે જ્યાં સુધી તે ધારાસભ્ય જેંતી રાઠવાને જાનથી નહિ મારી નાંખે ત્યાં સુધી તે પગમાં પગરખા નહિ પેહરે અને આ વાતને ખુદ ધારાસભ્યએ પણ સમર્થન આપ્યુ છે. જ્યારે બાબુ બારીયા પંચમહાલ જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે.

ગેંગના આઠ પૈકી પાંચ પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે તેઓની પાસેથી ગુનાઓને અંજામ આપવામાં ઉપયોગમાં લેવાતી ટવેરા કાર, બોલેરો, મોટર સાઈકલ અને હથિયાર મળી કુલ રૂ.8.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. .
First published:

Tags: છોટા ઉદેપુર, લુટારૂ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन