કોંગ્રેસ કાર્યકર્તાના ફ્લેટમાં હિન્દુ બની મુસ્લિમ મહિલા-પુરુષ ચલાવતા હતા સેક્સરેકેટ

News18 Gujarati
Updated: October 12, 2019, 8:42 PM IST
કોંગ્રેસ કાર્યકર્તાના ફ્લેટમાં હિન્દુ બની મુસ્લિમ મહિલા-પુરુષ ચલાવતા હતા સેક્સરેકેટ
પ્રતિકાત્મક તસવીર

યુવતી પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તેમની અસલી નામ નાઝનીન છે અને તેમના પિતા ઇમ્તિયાઝ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh)જબલપુરમાં (Jabalpur) એક ચકચારી મમલો પ્રકાશમાં આવ્યો છે. અહીં આલિશાન ફ્લેટમાં સેક્સ રેકેટનો (sex racket) ધંધો ચાલી રહ્યો હતો. પોલીસે એક હિન્દુવાદી સંગઠને આપેલી બાતમીના આધારે રેડ કરી હતી. પરંતુ આ રેડમાં સેક્સ રેકેટ ચલાવનાર હિન્દુ આરોપીઓ અસલમાં મુસ્લિમ હોવાનું માલુમ પડતા પોલીસના હોશ ઉડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વિજય નગર (vijaynagar)એમઆર 4 રોડ ઉપર સ્થિત મુસ્કાન પ્લાઝામાં પોલીસે (police)એક ફ્લેટમાં ચાર યુવક અને યુવતીઓની ધરપકડ કરી હતી. હિન્દુવાદી સંગઠને પોલીસને ફરિયાદ કરી હતી કે આ ફ્લેટમાં રહેનારા યુવકો અને યુવતીઓ સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઇને પોલીસે ફ્લેટ ઉપર છાપો મારીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચોઃ-શિક્ષણ અધિકારીએ મધ્યાહ્ન ભોજનમાં માણી ચિકન કરીની લિજ્જત, થઇ આવી સજા

કોંગ્રેસ નેતાની હાજરીએ ફેલાવી સનસની
આ ઘટનાનું મુખ્ય પહેલું એ હતું કે, કોંગ્રેસ નેતા (congress worker) પણ ઘટના સ્થળ ઉપર હાજર મળ્યા હતા. કોંગ્રેસ નેતાના ફ્લેટમાં જ સેક્સ રેકેટ ચાલતું હોવાની જાણકારી મળી હતી. જોકે, પોલીસે આ મામલે તપાસ કર્યા પછી જ કંઇ નિવેદન આપવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-લિફ્ટ આપી મહિલા સાથે ગેંગરેપ, તાબે કરવા બાળકને મારી નાખવાની ધમકી આપીમહિલા પોલીસ સ્ટેશનમાં થઇ પૂછપરછ
વિજય નગર પોલીસે સ્થળ ઉપરથી પકડાયેલા યુવક અને યુવતીઓને મહિલા પોલીસ સ્ટેસનને (woman police station)સોંપ્યા હતા. જેમની પૂછપરછ કરવામાં આવી હતી. યુવતીઓ પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તેમની અસલી નામ નાઝનીન છે અને તેમના પિતા ઇમ્તિયાઝ છે. તેઓ હિન્દુ બનીને ધંધો ચલાવી રહ્યા હતા. આરોપી મહિલાએ જણાવ્યું કે બંને સાથે મળીને મહિનાઓથી સેક્સ રેકેટ ચલાવી રહ્યાહતા. પોલીસે બધાના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. તેમની કૉલ ડિટેલ તપાસમાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-સગીરાનું અપહરણ કરીને પાંચ યુવકોએ કર્યો ગેંગરેપ, રાબડી દેવીએ શું કહ્યું?

હિન્દૂ સંગઠનોએ વ્યક્ત કરી ષડયંત્રની આશંકા
ઘટના સ્થળે હાજર હિન્દુવાદી સંગઠનોએ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી હતી. વિહિપના કાર્યકર્તા વિકાસ ખરેએ કહ્યું કે પકડાયેલા યુવક અને યુવતીઓ હિન્દુ બનીને ગેરકાનૂની કામ કરી રહ્યા હતા. તેમણે વધારે ગંભીર ગુનાઓ કર્યા હશે. એટલા માટે આ મામલાની ઝીણવટ ભરી તપાસ થવી જોઇએ.
First published: October 12, 2019, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading