મુસાફરોને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

મહેસાણા# આપ રીક્ષામાં બેસી મુસાફરી કરી રહ્યાં હોય તો રહેજો સાવધાન. કારણ કે, મહેસાણા પોલીસે એક એવી ગેંગને ઝડપી છે, જે મુસાફરોને રિક્ષમાં બેસાડીને બાદમાં રીક્ષામાં બેસનાર મુસાફરો સાથે છરીની અણીએ કરતી હતી લૂંટ. જોકે, આ લૂંટારૂ ગેંગમાં એક યુવતી પણ સામેલ હતી સામેલ.

  • News18
  • Last Updated :
  • Share this:
મહેસાણા# આપ રીક્ષામાં બેસી મુસાફરી કરી રહ્યાં હોય તો રહેજો સાવધાન. કારણ કે, મહેસાણા પોલીસે એક એવી ગેંગને ઝડપી છે, જે મુસાફરોને રિક્ષમાં બેસાડીને બાદમાં રીક્ષામાં બેસનાર મુસાફરો સાથે છરીની અણીએ કરતી હતી લૂંટ. જોકે, આ લૂંટારૂ ગેંગમાં એક યુવતી પણ સામેલ હતી સામેલ.

loot3

આપ રિક્ષમાં બેસી એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી રહ્યાં છો તો થઇ જાવ સાવધાન, કારણ કે, તમે પણ બની શકો છો આ ગેંગના શિકાર. મહેસાણા પોલીસ મથકમાં ઉભેલ આ લૂંટારૂ ગેંગ જેમાં એક મહિલા પણ સામેલ. ઝડપાયેલા આરોપીઓનું નામ [1] અસ્પાક ભટ્ટી [2] ઠાકોર વિજય ઉર્ફે દિલીપ સિંહ [3] કિરણ રાવળ [4] મહેશ રાવળ અને [5] ઇન્દ્રિબેન રાવલ, કે જે મુસાફરોને પોતાની રિક્ષમાં બેસાડીને તેની સાથે ચાલવતા હતા લૂંટ.

loot1

મહેસાણાની રાધનપુર ચોકડી પાસેના એસટી બસ સ્ટોપ પર એક રિક્ષમાં આ મહિલા રીક્ષા ડ્રાઈવર રીક્ષા લઇ ઉભા રહેતા. જો કે અહીં આવતા અજાણ્યા   મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે જવા રિક્ષમાં બેસાડી લેતા. જો કે, આ રીક્ષામાં અગાઉથી એક યુવતી બેસેલી હોઈ લોકો આસાનીથી બેસી જતા. અને ત્યાર બાદ આ રિક્ષામાં મુસફારને લઇ આ ગેંગ સુમસામ રસ્તા પર નીકળતા. અને રસ્તામાં રીક્ષામાં બેસેલા મુસાફરને છરી બતાવી તેને કોઈ સુમસામ વિસ્તારમાં લઇ જતા અને ત્યાં તેની સાથે લૂંટ ચલાવતા. મુસાફર પાસે રહેલ રોકડ રકમ સહીત મોબાઈલ અને માલ સામાન લૂંટી લઇ મુસાફરને સુમસામ વિસ્તારમાં જ છોડી થઇ જતા ફરાર થઇ જતાં હતા.

મહેસાણા જિલ્લામાં આવી લૂંટના કિસ્સા વધતા, મહેસાણા તાલુકા પોલીસ અલગ અલગ વોચ રાખી રહી હતી, ત્યારે ખાનગી રાહે બાતમી મળી કે, મહેસાણા રાધનપુર ચકડી પર એક આવી રીક્ષા ઉભી છે. ત્યારે મહેસાણા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આ ગેંગને ઝડપી લીધી હતી. જોકે, પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે કે, અત્યાર સુધી આ ગેંગે ઘણી લૂંટને અંજામ આપી ચુકી છે. જેમાં ઉંઝા, મહેસાણા, સાંથલ જેવા વિસ્તારોમાં 14 જેટલી લૂંટ આ મુસાફર લૂંટ ગેંગે કબુલી છે. તો હજુ વધુ લૂંટના ભેદ ઉકેલાય તેવી શક્યા છે. ત્યારે હાલ તો આ ગેંગ મહેસાણા પોલીસના કબજામાં છે અને વધુ કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ ચાલુ છે, ત્યારે જોવાનું રહ્યું કે વધુ કેટલા ગુનાનો ભેદ ઉકેલાય છે.
First published: