Home /News /crime /અમદાવાદ : કરોડોની ઠગાઈની તપાસ આવતા જ ઘેલા થયા અધિકારી? આરોપી પકડી કરોડો રૂપિયાનો મોટો ઓડકાર ખાઇ ગયા?

અમદાવાદ : કરોડોની ઠગાઈની તપાસ આવતા જ ઘેલા થયા અધિકારી? આરોપી પકડી કરોડો રૂપિયાનો મોટો ઓડકાર ખાઇ ગયા?

કાલુપુરમાં સોનાની વી.સી ની સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર આરોપીની પોલીસે (Ahmedabad police)કોલકાતાથી ધરપકડ કરી

Ahmedabad news - કાલુપુર પોલીસે બે વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી પરતું એક પણ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો નથી

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)કાલુપુરમાં સોનાની વી.સી ની સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર આરોપીની પોલીસે (Ahmedabad police)કોલકાતાથી ધરપકડ કરી છે. જોકે પોલીસ મુદ્દામાલનો એક પણ રૂપિયાનો કબ્જે કરી શકી નથી. પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ અહીંના ઉજળા પાતળા બાંધાના અધિકારી જે માત્ર રોકડીયું કરવામાં માનતા હોવાથી કરોડોની તપાસમાં તેઓને રસ પડ્યો અને આરોપીને પકડ્યો. જોકે મુદ્દામાલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

ત્યારે અહીંના પોલીસકર્મીઓ જ અંદરો અંદર ચર્ચા કરે છે કે સોનાનો મુદ્દામાલ હાથ ન લાગે તે કેમનું બને? તમામ બાબતોમાં આપો આપો કરતા પોલીસ અધિકારી કે જેમની વિરુદ્ધ અગાઉ ડીસીપી અને એસીપી સમક્ષ અનેક લોકો રજુઆત કરી ચૂક્યા છે તેઓ એક બ્રાન્ચના એસીપીના નામે ચરી ખાઈ પોતાની મનમાની ચલાવી ક્યાંક મુદ્દામાલમાં સોનુ હોવાથી મુદ્દામાલ ઓળવી ઓડકાર તો નથી ખાઈ ગયા ને? ત્યારે સોનાની વી.સી ચલાવી અનેક વેપારીઓના કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ જનાર આરોપી બાબતે હવે ખુદ એસીપીને સુપરવિઝન રાખવાનો વારો આવ્યો છે. કાલુપુર પોલીસે બે વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી પરતું એક પણ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો નથી. ત્યારે જે વેપારીઓનું સોનુ ગયું છે તેઓને ન્યાય મળશે કે નહીં તે સવાલ છે અને ઉચ્ચ અધિકારીઓ આવા અધિકારીઓ સામે પગલા લે છે કે કેમ તે જોવાનું રહેશે.

કાલુપુર પોલીસે આરોપી તાપસ ગોવિંદ મંડલની ધરપકડ કરી છે. જેણે વર્ષ 2019માં અનેક વેપારીઓને વી.સીની સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આરોપી તાપસ ગોવિંદ મંડલ મૂળ કોલકાતાનો રહેવાસી છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી કાલુપુર રતનપોળમાં આવેલ ભારતી ચેમ્બર્સમાં દુકાન ધરાવી સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો. જે દરમિયાન આરોપી ગોવિંદ મંડલે એક કિલો સોનાની એક વી.સી શરૂ કરી હતી. જેમાં સોની વેપારીઓ વી.સીમાં ભાગ લીધો હતો. શરૂઆતની વી.સી પુરી થતા લોકોને વિશ્વાસ આવતા આરોપી તાપસે 1200 ગ્રામ સોનાની બીજી વી.સી શરૂ કરી. જેમાં ચાર મહિના થતા જ આરોપી ગોવિંદ કરોડો રૂપિયાનું સોનુ લઈ ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો - સુરત: કોફી શોપમાં યુવતીનું શંકાસ્પદ મોત, જાણો શું થયો નવો ખુલાસો

આરોપી ગોવિંદ જોડે અન્ય બાપી નામનો આરોપી ભાગી ગયો હતો. બન્ને આરોપી અમદાવાદથી દિલ્હી ગયા હતા. જે બાદ દિલ્હીથી નેપાળ રહેતા હતા. જોકે બે મહિનાથી આરોપી કોલકાતા આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે કોલકાતાથી તાપસની ધરપકડ કરી છે. સાથે જ બાપી અને નિર્મલસિંહ નામમાં બે આરોપીની ગુનામાં સંડોવણી બહાર આવી હોવાનું ડી ડિવિઝનના એસીપી હિતેષ ધાધલિયાએ જણાવ્યું છે.

પકડાયેલ આરોપી તાપસ ગોવિંદ વી.સી સ્ક્રીમ નામે વેપારીઓ સાથે ઠગાઇ આચરવા પ્રિ પ્લાનિંગ કર્યું હતું. આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો શરૂઆતમાં 28 વેપારીઓ ભેગા મળી 28 મહિના માટે 1 કિલો સોનાનો ડ્રો (વી.સી) રાખવામાં આવ્યો હતો. જેમાં સ્કીમમાં એવી સિસ્ટમ રાખવામાં આવી હતી કે 28 મહિના પહેલા જે સભ્યને 1 કિલો સોનુ લેવુ હોય તેણે બોલી બોલ્યા બાદ જેટલા ગ્રામ સોનાની બોલી કરી તેટલુ સોનુ ડ્રો માં લાગે તેને આપી દેવાનુ રહેશે. તેમ કરીને દર મહિને સોનાનો ડ્રો રાખવામાં આવતો હતો. જેમાં લગભગ એક વેપારીના ભાગે દર મહિને 28 થી 30 ગ્રામ સોનુ ભેગુ કરીને કુલ 1 કિલો સોનુ એક વેપારીને ડ્રોમાં આપવામાં આવતું હતું. આમ કરીને 13 જેટલા હપ્તાના સોનાના પૈસા 28 વેપારીઓએ આપ્યા હતા. જેમાં 13 વેપારીને 1 કિલો સોનુ મળી ગયુ હતું. જેમાં 15 વેપારીને સોનુ મળ્યું ન હતું. બીજા 1,200 કિલો સોના વી.સી સ્કીમમાં ચાર મહિના શરૂ થતા જ કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ભોગ બનનાર કોલકાતાના બંગાળી વેપારીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 ના મોત, સુરતનો પટેલ પરિવાર લગ્ન પ્રસંગે જતો હતો

પોલીસ પૂછપરછમાં આરોપી તાપસ ગોવિંદ મંડલ દ્વારા ઠગાઇ પ્લાન ઘડવામાં અને મદદગારી કરવામાં કોલકાતામાં રહેલ રાજકીય પાર્ટી કાર્યકર રામ પન્નાનું નામ સામે આવ્યું છે. જે મુખ્ય આરોપી રામ પન્ના હોવાનું પોલીસને આશંકા છે જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે તેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. કારણકે એક જ વેપારીના 1 કિલો 963 ગ્રામનું સોનાના કુલ 75 લાખ રૂપિયાનુ સોનુ લઇને આરોપી તાપસ ફરાર થઇ ગયો હતો. આવી જ રીતે અનેક વેપારીના સોનાના પૈસા લઇને રફુચક્કર થઇ ગયો હતો. જે તપાસ બાદ ઠગાઇનો આંકડો વધી શકે છે. પણ તપાસ કરનાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ એક વાર આરોપી તો પકડ્યો તે સારી બાબત કહેવાય. પણ અહીંના એક અધિકારીના લીધે વેપારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી છે. કારણ કે અહીં બેઠેલા એક અધિકારી માર્કેટ વિસ્તાર હોવાથી ઘેલા થઈ ગયા અને જે પણ મેટર આવે એમાં કઈક મળશે તેવું જ શોધતા ફરતા હોવાની ચર્ચા પોલીસસ્ટેશન માં થઈ રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन