Home /News /crime /

તમારા પૈસા પડી ગયા છે કહી કાર ચાલકોને ઠગતી ગેંગનો પર્દાફાશ, ત્રણ ઠગ ઝડપાયા

તમારા પૈસા પડી ગયા છે કહી કાર ચાલકોને ઠગતી ગેંગનો પર્દાફાશ, ત્રણ ઠગ ઝડપાયા

નવી મુંબઇ પોલીસે કાર્યવાહી કરતા ત્રણ એવા ઠગોની ધરકપડ કરી છે, જેવો પોતાની ચાલાકીથી અપરાધની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જતા હતા

નવી મુંબઇ પોલીસે કાર્યવાહી કરતા ત્રણ એવા ઠગોની ધરકપડ કરી છે, જેવો પોતાની ચાલાકીથી અપરાધની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જતા હતા

  • ETV
  • Last Updated :
મહારાષ્ટ્રઃ નવી મુંબઇ પોલીસે કાર્યવાહી કરતા ત્રણ એવા ઠગોની ધરકપડ કરી છે, જેવો પોતાની ચાલાકીથી અપરાધની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જતા હતા. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી એપલનું લેપટોપ, 330 હોંગકોંગ ડોલર્સ અને 11 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

નવી મુંબઇમાં આ દિવસોમાં એક અનોખી રીતે લોકોને ઠગવાનો મામલો સામે આવ્યો છે. જો તમે કાર દ્વારા યાત્રા કરતા હોવો તો સાવધાન થઇ જજો. નવી મુંબઇમાં આ દિવસોમાં એક ગેંગ સક્રિય થતાં કાર ચાલકોને તેમના પૈસા બહાર પડી ગયા છે, તેવી વાત કરીને કારમાં પડેલી કિંમતી ચીજવસ્તુ લઇને રફૂચક્કર થઇ જાય છે.

નવી મુંબઇની એપીએમસી પોલીસે આવી જ એક ગેંગના ત્રણ સાગરિતોને પકડી પાડ્યા છે. જેઓ કાર ચાલકોને પોતાની આ મોડેસ ઓપરેંડીથી લૂંટ કરી ફરાર થઇ જતા હતા. ધરપકડ કરેલા આરોપીઓમાં યોગેશ સુબ્રમણ્યમ ઉર્ફે શંકર, પ્રસાદ ભાલચંદ્ર અને ગોપાલ સુબ્રમણ્યમ શામેલ છે.

પોલીસને શંકા છે કે આ ત્રણેય ચોરોએ અત્યાર સુધી કેટલાય લોકોને તેમના શિકાર બનાવ્યા હશે. સાથે આ ગેંગમાં વધુ લોકો પણ શામેલ હોઇ શકે છે, જેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
First published:

Tags: અપરાધ, આરોપી, ક્રાઇમ, ગુનો, ગેંગ, ચોરી, દેશ વિદેશ, ધરકપડ, પોલીસ, ફરાર, મુંબઇ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन