Home /News /crime /

પઠાણકોટ આતંકી હુમલા મામલે શંકાસ્પદ એસપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાવાશે!

પઠાણકોટ આતંકી હુમલા મામલે શંકાસ્પદ એસપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાવાશે!

પઠાણકોટ વાયુસેના કેમ્પ પર આતંકવાદી હુમલા મામલે શરૂઆતથી શંકાના ઘેરામાં રહેલા એસપી સલવિંદરસિંહની સચ્ચાઇ જાણવા માટે તપાસ એજન્સીઓ દ્વારા એમનો પોલાગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. જોકે આ ટેસ્ટ દિલ્હીમાં કરાશે કે બેંગાલુરૂમાં એ હજુ સ્પષ્ટ થયું નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ વાયુસેના કેમ્પ પર આતંકવાદી હુમલા મામલે શરૂઆતથી શંકાના ઘેરામાં રહેલા એસપી સલવિંદરસિંહની સચ્ચાઇ જાણવા માટે તપાસ એજન્સીઓ દ્વારા એમનો પોલાગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. જોકે આ ટેસ્ટ દિલ્હીમાં કરાશે કે બેંગાલુરૂમાં એ હજુ સ્પષ્ટ થયું નથી.

પંજાબ પોલીસના એસપી સલવિંદરસિંહનું કહેવું હતું કે આતંકવાદીઓએ એમનું અપહરણ કર્યું હતું અને એમને બાંધીને રસ્તામાં ફેંકી દેવાયા હતા અને આતંકવાદીઓ એમની એસયુવી કાર લઇ ગયા હતા. જોકે એસપીના નિવેદન અને અન્યોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતાં સુરક્ષા તપાસ એજન્સીઓએ એસપીની પુછપરછ હાથ ધરી છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનએસઆઇ) દ્વારા એસપીની પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ એસપી સલવિંદરસિંહ દ્વારા પુરતો સહયોગ ન મળી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં સલવિંદરસિંહનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
First published:

Tags: આતંકવાદી હુમલો, એસપી, તપાસ, પઠાણકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन