Home /News /crime /

પઠાણકોટ મામલે પાક પહેલા કાર્યવાહી કરે પછી જ થશે વાતચીત : અજીત ડોભાલ Video

પઠાણકોટ મામલે પાક પહેલા કાર્યવાહી કરે પછી જ થશે વાતચીત : અજીત ડોભાલ Video

પઠાણકોટ વાયુ સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાને લઇને ભારત મક્કમ બન્યું છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પાકિસ્તાન પહેલા આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું કરે ત્યાર પછી જ બંને દેશો વચ્ચે વાતચીત થઇ શકશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ વાયુ સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાને લઇને ભારત મક્કમ બન્યું છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પાકિસ્તાન પહેલા આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું કરે ત્યાર પછી જ બંને દેશો વચ્ચે વાતચીત થઇ શકશે.

ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાન દ્વારા એકશન લેવાયા બાદ જ વાતચીત થવાનો સંકેત આપ્યો છે તો સાથોસાથ તેમણે વાતચીત રદ થવા અંગે પ્રસિધ્ધ થયેલા અહેવાલોને પણ ખોટા ગણાવ્યા છે.

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડોભાવે કહ્યું કે, ભારત-પાકિસ્તાન વિદેશ સચિવ કક્ષાની બેઠક રદ નથી થઇ. જોકે હાલમાં એની તારીખ કોઇ નક્કી કરવામાં આવી નથી. આ અગાઉ પાકિસ્તાનના સરજાત અજીજે કહ્યું હતું કે, ભારતે સત્તાવાર રીતે વાતચીત રદ કરી નથી અને શુક્રવારે બંને દેશોના વિદેશ સચિવોની બેઠક થશે.

આ અગાઉ પઠાણકોટ હુમલા બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન ભારતે આપેલા પુરાવાને આધારે કાર્યવાહી કરે તો જ વાતચીત થશે. જે બાદ પાકિસ્તાન પીએમ નવાજ શરીફે જે તે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પઠાણકોટ હુમલાને લઇને ઉચ્ક કક્ષાની બેઠક કરી ચર્ચા કરી તપાસ માટે પણ કહ્યું હતું.
First published:

Tags: અજીત ડોવાલ, આતંકવાદી હુમલો, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन