Home /News /crime /

પઠાણકોટ હુમલો : પાક સરકાર એકશનમાં, કેટલીય જગ્યાએ દરોડા, શકમંદોની કરાઇ ધરપકડ

પઠાણકોટ હુમલો : પાક સરકાર એકશનમાં, કેટલીય જગ્યાએ દરોડા, શકમંદોની કરાઇ ધરપકડ

ભારતમાં પઠાણકોટ વાયુસેના કેમ્પ પર કરાયેલા આતંકવાદી હુમલા મામલે ભારતની કડકાઇને પગલે છેવટે પાકિસ્તાન સરકાર એકશનમાં આવી છે. તપાસ માટે બનાવાયેલી ટીમ દ્વારા આજે કેટલીય જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે અને શકમંદોની ધરપકડોનો દોર શરૂ કરાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઇસ્લામાબાદ # ભારતમાં પઠાણકોટ વાયુસેના કેમ્પ પર કરાયેલા આતંકવાદી હુમલા મામલે ભારતની કડકાઇને પગલે છેવટે પાકિસ્તાન સરકાર એકશનમાં આવી છે. તપાસ માટે બનાવાયેલી ટીમ દ્વારા આજે કેટલીય જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે અને શકમંદોની ધરપકડોનો દોર શરૂ કરાયો છે.

પઠાણકોટ હુમલાની તપાસ માટે પાક વડાપ્રધાન નવાજ શરીફે સંયુક્ત તપાસ ટીમ માટે આદેશ આપતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને કેટલાક શંકાસ્પદ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ગુપ્ત સુરક્ષા અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાંવાલા, ઝેલમ અને બહાલપુર જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ શખ્સોનો આંકડો જાહેર કરાયો નથી. તેમણે કહ્યું કે, આ શખ્સો હુમલામાં કોઇ રીતે સંડોવાયેલા છે કે કેમ એ અંગે પુછપરછ ચાલી રહી છે.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, તપાસ, પઠાણકોટ, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन