મેંદરડા આર.સી. આંગડીયા પેઢી ચલાવતા જયેશ શીંગાળા ગઈ કાલે રાત્રે થેલા માં રૂપિયા ૨૬ લાખ ૬ હજાર લઇ પોતાના ઘરે જતા હતા ત્યારે તેના ઘરની નજીક બમ્પ આવતા તેનું બાઈક ધીમું પડ્યું હતું. ત્યારે સામેથી અજાણ્યા બે બાઈક સવારો આવ્યા હતા અને જયેશભાઈને પછાડી તેમના પાસે રહેલ રૂપિયા ૨૬ લાખ ના થેલાની લુટ કરી ફરાર થઇ ગયા હતા.
ત્યાર બાદ જયેશભાઈ પોલીસ સ્ટેશન પર આવી સઘળી હકીકત જણાવતા પોલીસે નાકાબંધી કરી હતી અને સી.સી.ટી.વી. કેમેરા ની મદદ થી બાઈક સવારોનું પગેરું મેળવવની તજવીજ હાથ ધરી હતી પોલીસે મોદી રાત્રે જયેશ ભાઈ ની ફરિયાદ નોંધી અજાણ્યા બાઈક સવારો વિરૃધ લુટ નો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર