મહેસાણાઃONGCના મનસ્વી વલણથી ખેડૂતની આત્મ વિલોપનની ચીમકી

મહેસાણાઃ મહેસાણા જીલ્લાના જોટાણા વિસ્તારમાં ઓએનજીસી દ્વારા એક વાર પાઈપ લાઈન માટે ખોદકામની પરમીશન લઈને વારંવાર ખોદકામ કરતા ખેડૂત ખેતી પણ નથી કરી શકતો અને યોગ્ય વળતર પણ નથી મળતું જેથી ઓએનજીસીની મનમાનીથી ત્રસ્ત બનેલા ખેડૂતે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
મહેસાણાઃ મહેસાણા જીલ્લાના જોટાણા વિસ્તારમાં ઓએનજીસી દ્વારા એક વાર પાઈપ લાઈન માટે ખોદકામની પરમીશન લઈને વારંવાર ખોદકામ કરતા ખેડૂત ખેતી પણ નથી કરી શકતો અને યોગ્ય વળતર પણ નથી મળતું જેથી ઓએનજીસીની મનમાનીથી ત્રસ્ત બનેલા ખેડૂતે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણા જિલ્લામાં ઓએનજીસી દ્વારા સૌ પ્રથમ વર્ષ ૧૯૬૯માં કડીના ચાલાસણ ગામની સીમમાં ખનીજ તેલનો વેલ બનાવીને ઉત્ખલન શરૂ કર્યું હતું. અને ૧૯૭૨માં મહેસાણાના જોટાણા તાલુકામાં ઉત્ખલન શરૂ કર્યું હતું. આજે મહેસાણાના કડી, જોટાણા, બહુચરાજી સહીત મહેસાણા તાલુકાના ગામડાઓનાં પેટાળમાંથી લાખો લીટર ક્રુડ ઓઇલનો જથ્થો મેળવીને ઓએનજીસી અબજો રૂપિયાનો નફો રળી રહ્યું છે. છતાં જે ખેતરોની જમીન ઓએનજીસી દ્વારા ઓઈલ કાઢવા માટે કે પછી પાઈપલાઈન પસાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તે ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો આજે પણ વળતરથી વંચિત છે.

મહેસાણાના જોટાણા નજીક આવેલા કસલપુરા ગામ નજીક પટેલ બદ્રીપ્રસાદ અંબાલાલની સર્વે નંબર ૭૨ ની જમીન આવેલી છે. જેમાં ઓએનજીસી દ્વારા જે-તે સમયે ROU એટલે રાઈટ ઓફ યુઝર કોન્ટ્રાકટ કરવામાં આવેલો હતો. અને બદ્રીપ્રસાદને વળતર આપવાની વાત પણ કરાઈ હતી. પરંતુ આ વાતને એક વર્ષ ઉપર વીતવા છતાં આજે ફરીથી એકની એક જ જગ્યાએ ઓએનજીસી દ્વારા બબ્બે વખતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

બદ્રીપ્રસાદનાં જાણવા મુજબ ઓએનજીસીના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખીને ખોટી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. અને એનું પુરાણ કરીને બીજી જગ્યાએ ખોદકામ કરવામાં આવે છે. જેથી બદ્રીપ્રસાદે તે ખોદકામ અટકાવ્યું હતું. અને પોતાને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી. જો કે, અધિકારીઓએ આંખ આડા કાન કરતા બદ્રીપ્રસાદ પટેલે એવો નિર્ણય લીધો હતો કે, જો ઓએનજીસી યોગ્ય નિર્ણય નહિ લે તો તે આત્મવિલોપન કરશે. જેની લેખિત રજૂઆત કલેક્ટરને પણ બદ્રીપ્રસાદે કરી હતી.

ઓએનજીસીના અધિકારીઓના જણાવ્યા મુજબ રાઈટ ઓફ યુઝર કરાર પ્રમાણે પાઈપલાઈનની ૨૦ મીટરના વિસ્તારમાં ઓએનજીસી ગમે ત્યારે ખોદકામ કરી શકે છે. પરંતુ અહીના ખેડૂતોનો એવો આક્ષેપ પણ છે કે, ઓએનજીસી પરવાનગી પાઈપ લાઈન નજીકના ૨૦ મીટર વિસ્તારમાં ગમે ત્યારે ખોદકામની પરવાનગી તો લે છે પરંતુ બાદમાં ખોદકામ આખા ખેતરમાં કરી દે છે. જેથી નુકશાન તો છેવટે ખેડૂતોને જ થાય છે. અને જો ખેડૂત કઈ રજૂઆત કરે તો તેની સામે પોલીસ કેસ કે પછી જ્યાં સુધી લાઈન નંખાય ત્યાં સુધી અટકાયત કરવામાં આવે છે. તો વળી જમીનો લેવા સમયે ઓએનજીસી જે પ્રમાણે ભાડું આપવાની વાત કરે છે તે પ્રમાણે આપતી પણ નથી. અને વળી, ખેડૂતોને અંગ્રેજીમાં નોટીસો પાઠવવામાં આવે છે જેથી ખેડૂતો નિસહાય બની જાય છે.

આ સમગ્ર મામલે ઓએનજીસી એસેટના મેનેજર ઉત્પલ બોરાએ મહેસાણા જીલ્લા કલેકટર સાથે મુલાકાત કરીને ખેડૂતના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવાની અમારા ગૃપની ન્યુઝ ચેનલ ઈ.ટી.વી.સમક્ષ વાત કરી હતી. અને પીડિત ખેડૂતો સાથે પણ વાત કરશે. જો કે, ઉત્પલ બોરાએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે, આ ખેડૂતોને જેટલું વળતર હોય છે તેનાથી વધુ વળતર જોઈએ છે. જે અમે આપી નહિ શકીએ નહિ. પરંતુ તેમને નિયમો મુજબનું વળતર ચોક્કસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
First published: