ચાર બાળકોના પિતાએ પાડોશી વિધવાના એક તરીફી પ્રેમમાં કરી હત્યા, ટ્રીપલ મર્ડરની ખૌફનાક કહાની

પ્રતિકાત્મક તસવીર

Chhattisgarh crime News: મહિલા દ્વારા પ્રેમ સંબંધ (love relation) રાખવાના ઈન્કાર કરતા પડોશી યુવક ગુસ્સો ભરાયો હતો. અને આરોપી મોડી રાત્રે મહિલાના (man killed woman) ઘરમાં ઘુસ્યા હતા અને મહિલાનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી.

 • Share this:
  સરગુજાઃ છત્તીસગઢના (Chhattisgarh news) સરગુજા જિલ્લાના (Sarguja news) મુખ્યાલય અંબિકાપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાની ઘટનામાં (Tripal Murder Case)પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે પડોશીએ જ ટ્રીપલ મર્ડસની ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ દાવો કર્યો હતો. ગત બુધવારે મોડી રાત્રે મહિલા સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે તે ચાર બાળકોનો પિતા છે. આરોપી મહિલાને પ્રેમ સંબંધ બનાવા માંગતો હતો. પરંતુ મહિલાએ ઈન્કાર કરી દીધો હતો.

  પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા દ્વારા પ્રેમ સંબંધ રાખવાના ઈન્કાર કરતા પડોશી યુવક ગુસ્સો ભરાયો હતો. અને આરોપી મોડી રાત્રે મહિલાના ઘરમાં ઘુસ્યા હતા અને મહિલાનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ મહિલાના 10 વર્ષના બાળક અને સસરાની પણ નિર્મમ હત્યા કરી દીધી હતી.

  લાશોને જોઈને મચી ગયો હતો હડકંપ
  ઉલ્લેખનીય છે કે અંબિકાપુરના ઉદયપુર ક્ષેત્રમાં લૈંગા ગામમાં રેહતા 27 વર્ષીય કલાવતી સિરદારની ગુરુવારે સવારે ઘરમાં લાશ પડેલી મળી હતી. મહિલાના 10 વર્ષના પુત્ર ચંત્રિકાની લાશ પણ ઘરથી 50 મીટર દૂર રસ્તાની બાજી અને 50 વર્ષીય સસરાની લાશ ત્યાં જ પડેલી મળી હતી.

  મહિલા પોતાના પુત્ર સાથે રહેતી હતી. આરોપી મેઘૂરામ પડોશના મકાનમાં રહેતો હતો. બાળકને પેટમાં ચપ્પાના વાર કર્યા હતા અને ત્રણેના ગળા કાપીને હત્યા કરવામાં આવી હતી. લાશોને જોઈને લોકોમાં હડકંપ મચી ગયી હતી.

  આ પણ વાંચોઃ-વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

  લાહીના ડાઘા પોલીસને આરોપી સુધી લઈ ગયા
  ઘટના અંગેની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને લોકો સાથે પૂછપરછ કરવા લાગી હતી. લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આડા સંબંધોની આશકાએ ઘટના ઘટી હતી. પોલીસે મહિલાના પડોશી અરવિંદ સિરદાર ઉપર શંકા રાખીને કસ્ટડીમાં લીધો હતો. તેના ચહેરા ઉપર અને શરીર ઉપર લાહીના ડાઘા મળ્યા હતા. લોકોએ તેના અંગે પણ જાણકારી આપી હતી. પૂછપરછ દરમિયાન પહેલા તો અરવિંદે તેને ભેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કડકાઈથી પૂછપરછ કર્યા બાદ તેણે હત્યાનો ગુનો સ્વીકાર્યો હતો.

  આ પણ વાંચોઃ-સોલા સિવિલ બાળકી અપહરણ કેસ! 500 cctv, 150 રીક્ષા ચાલકની પૂછપરછ, પોલીસે સાત દિવસમાં બાળકીને શોધી કાઢી

  આરોપીએ વ્યક્ત કરી ક્રાઈમનું કારણ
  પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અરવિંદે જણાવ્યું હતું કે તે કલાવતને પ્રેમ સંબંધ બનાવવા માંગતો હતો. પરંતુ તે વારંવાર ના પાડતી હતી. આ વચ્ચે એક અન્ય યુવક તેના ઘરે જોવા મળતા તે ભડકી ગયો હતો. જોકે, કલાવતીના પતિનું મોત પહેલા જ થઈ ચુક્યું હતું.

  આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

  બુધવારે રાત્રે આશરે 12 વાગ્યે અરવિંદ કલાવતીના ઘરે પહોંચ્યો હતો. તેના દરવાજો ખોલ્યા બાદ કલાવતી ગુસ્સામાં બુમો પાડવા લાગી હતી. આટલી મોડી રાતે કેમ આવ્યો છે. ત્યારબાદ અરવિંદે કલાવતી ઉપર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. પરંતુ બચાવવા માટે વચ્ચે પડેલા ચંદ્રિકાના પેટમાં ચપ્પુ વાગી ગયું હતું. ત્યાર બાદ અવાજ સાંભળીને સસરો પણ ત્યાં પહોંચ્યો હતો. આમ આરોપીએ ત્રણેની હત્યા કરી દીધી હતી.
  Published by:ankit patel
  First published: