એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર કર્યો બ્લેડથી હુમલો, પછી પૂછ્યું - જીવે છે કે મરી ગઈ

ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીની 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે આરોપી વિદ્યાર્થી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે

crime news - આ પહેલા આરોપી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના ક્લાસમાં બોર્ડ પર આઈ લવ યુ વાઇફ પણ લખ્યું હતું

 • Share this:
  પાલી : રાજસ્થાનના (Rajasthan)પાલીમાં (Pali) એક તરફી પ્રેમમાં પાગલ (love)વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલની વિદ્યાર્થિનીનું બ્લેડથી ગળું કાપી નાખ્યું છે. આ હુમલામાં વિદ્યાર્થિનીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital)દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જીવલેણ હુમલો કર્યા પછી આરોપી હોસ્પિટલ પહોંચ્યો અને તેણે પૂછ્યું કે જીવે છે કે મરી ગઈ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીની 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે આરોપી વિદ્યાર્થી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. ઘટના પછી આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

  પાલી જિલ્લાના મારવાડ જંક્શન પોલીસ સ્ટેશન ક્ષેત્રના બિઠોડા કલા ગામના રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક તરફી પ્રેમમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીનું બ્લેડથી ગળું કાપી નાખ્યું છે. તાબડતોડ પ્રહારથી વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને મારવાડ જંક્શન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે નાજુક હાલત જોઈને તેને પાલી રિફર કરવામાં આવી હતી.

  આ પણ વાંચો - સંદિગ્ધ હાલતમાં જિલ્લા પરિષદની સભ્ય કવિતાનું મોત, ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી

  ક્લાસમાં લંચ કરી રહી હતી વિદ્યાર્થિની, અચાનક થયો હુમલો

  મારવાડ પોલીસ સ્ટેશનના મતે બિઠુડા કલા ગામમાં રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયની 11માં ધોરણની વિદ્યાર્થિની પોતાના ક્લાસમાં લંચ કરી રહી હતી. આ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આવ્યો હતો અને અચાનક બ્લેડથી વિદ્યાર્થિનીનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યાંથી ભાગી ગયો હતો. વિદ્યાર્થિનીના અવાજ પછી સ્કૂલનો સ્ટાફ પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઇ ગયા હતા.

  પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે હુમલાખોર છેલ્લા 4 દિવસથી તેને સતત પરેશાન કરી રહ્યો હતો અને સતત ફ્રેન્ડશિપનું દબાણ બનાવી રહ્યો હતો. તેણે પોતાના ભાઈને બોલાવી તેના સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો. લંચ ટાઇમ દરમિયાન હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  આ પણ વાંચો - પોલીસ કર્મીએ પ્રેમિકા વર્ષા પટેલની હત્યા કરી, લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી

  બતાવવામાં આવી રહ્યું છે કે આ પહેલા આરોપી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના ક્લાસમાં બોર્ડ પર આઈ લવ યુ વાઇફ પણ લખ્યું હતું. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે વિદ્યાર્થિનીને ઇજાગ્રસ્ત કર્યા પછી આરોપી વિદ્યાર્થી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેણે લોકોને પૂછ્યું કે તે જીવે છે કે મરી ગઈ. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published: