મેરઠ: ઉત્તરપ્રદેશનાં મેરઠમાં 100 વર્ષિય વૃદ્ધા પર રેપ અને તેની હત્યા મામલે કોર્ટે યુવકને દોષીત કરાર કર્યો છે. ત્રણ વર્ષ ચાલેલી સુનાવણી બાદ વિશેષ ન્યાાયધીશે આરોપીને 25 હજાર રૂપિયાનાં દંડની સાથે આજીવન કેદની સજા આપી છે. વર્ષ 2017માં બનેલી આઘટનામાં પરિજનોએ આરોપી યુવકને ઘટના સ્થળ પર ઝડપીને પોલીસને સોંપ્યો હતો.
મેરઠનાં થાના જાની ક્ષેત્રમાં 2017માં 100 વર્ષની વૃદ્ધાની સાથે રેપ થયો હતો. પરિજનોએ આરોપી પાડોસી યુવક અંકિત પૂનિયાને ઘટના સ્થળે જોયો હતો જે બાદ તેને પરિજનોએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે વૃદ્ધાનાં પૌત્રએ FIR દાખલ કરાવી હતી. કહેવાય છે કે જ્યારેઆ ઘટના બની તે સમયે આરોપીની ઉંમર 24 વર્ષ હતી.
Meerut: 100-yr-old woman allegedly raped by 24-yr-old man in Jani, woman dead. Police say accused was in inebriated condition, arrested. pic.twitter.com/dO9DpfHHW5
પોલીસ કસ્ટડીમાં આરોપીએ વૃદ્ધા સાથે રેપની વાત સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે, તેણે રેપ બાદ વૃદ્ધાને મારી પણ હતી. પોલીસે આરોપીની પૂછપરછ બાદ તેને જેલમાં બંધ કર્યો હતો.
તો બીજી તર પરિજનો દ્વારા વૃદ્ધાનાં ઉપચાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મોત થયુ હતું. જે બાદથી આ કેસ મેરઠનાં વિશેષ ન્યાયાધીશ SC/STની કોર્ટમાં વિચારાધીન હતો. હાલમાં જ કોર્ટે પૂરાવા અને સાક્ષીનાં આધાર પર આરોપી યુવકને દોષીત ઠેરવી તેને આજીવન કેદની સજા સંભળાવી છે અને સાથે જ તેનાં પર 25000નો દંડ પણ લગાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર