રોહતક: હરિયાણાનાં રોહતકનાં ટિટૌલી ગામનાં ખેતરની નહેરમાંથી એક 9 વર્ષની બાળકીનું શવ મળ્યું છે. બાળકીનું શબ એક બેગમાં હતું. આ બેગ નહેરમાંથી મળી આવી હતી. નહેરમાં પાણી ઓછુ હોવાને કારણે તે શબ ભરેલી બેગ ત્યાં જ અટકી ગઇ હતી. આ મામલામાં બાળકી સાથે શ્રૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયુ હોવાની પુરેપુરી આશંકા છે. કારણ કે બાળકીનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢેલો હતો. અને બાળકીનાં એક હાથનો પંજો પણ ગૂમ છે. આ અપ્રિય ઘટના ચારથી પાંચ દિવસ પહેલા બની હોય તેમ લાગે છે.
Body of a 9-year-old girl found inside a bag in a drain in Rohtak's Titauli village. Police begin investigation. #Haryanapic.twitter.com/ZbQ6Ljf4tL
પોલીસે હાલમાં અજ્ઞાત સક્શો વિરુદ્ધ કેસ દાખલ કરીને ફરિયાદ નોંધી છે. પોલીસનું કહેવું છે કે, ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરનારાઓએ એક બેગ જોઇ. જેમાં એક હાથ બહાર દેખાતો હતો. જે બાદ આ બેગ અંગે પોલીસને સુચના આપવામાં આવી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં બેગમાંથી બાળકીનું શબ મળી આવ્યું હતું. બાળકીનું શબ ઘણી જ ખરાબ સ્થિતિમાં હતું. ઘટના સ્થળે FSL ટીમને પણ બોલાવવામાં આવી. જેણે ઘટના સ્થળે પ્રાર્થમિક તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યા બાદ બાળકીની ઓળખ ન થાય તે માટે શબને ખરાબ કરવામાં આવ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર