આરૂષિ મામલામાં નવો વળાંક, કંપાઉન્ડરે કહ્યું-CBIએ કર્યું હતું દબાણ

આરૂષિ તલવાર ડબલ મર્ડર કેસમાં થયેલી તપાસને લઇને નવો વળાંક આવ્યો છે. આ હત્યાકાંડમાં એક આરોપ મુક્ત કરાયેલ આરોપીનો કથિત નાર્કો ટેસ્ટનો વીડિયો સામે આવ્યો છે. તેણે દાવો કર્યો છે કેસ સીબીઆઇના વરિષ્ઠ અધિકારીએ ગુનો સ્વીકાર કરવા માટે એની ઉપર દબાણ કર્યું હતું.

આરૂષિ તલવાર ડબલ મર્ડર કેસમાં થયેલી તપાસને લઇને નવો વળાંક આવ્યો છે. આ હત્યાકાંડમાં એક આરોપ મુક્ત કરાયેલ આરોપીનો કથિત નાર્કો ટેસ્ટનો વીડિયો સામે આવ્યો છે. તેણે દાવો કર્યો છે કેસ સીબીઆઇના વરિષ્ઠ અધિકારીએ ગુનો સ્વીકાર કરવા માટે એની ઉપર દબાણ કર્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # આરૂષિ તલવાર ડબલ મર્ડર કેસમાં થયેલી તપાસને લઇને નવો વળાંક આવ્યો છે. આ હત્યાકાંડમાં એક આરોપ મુક્ત કરાયેલ આરોપીનો કથિત નાર્કો ટેસ્ટનો વીડિયો સામે આવ્યો છે. તેણે દાવો કર્યો છે કેસ સીબીઆઇના વરિષ્ઠ અધિકારીએ ગુનો સ્વીકાર કરવા માટે એની ઉપર દબાણ કર્યું હતું.

એક કલાક લાંબો આ વીડિયો ગઇ કાલે સોશિયલ મીડિયા વેબસાઇડ યૂ ટ્યૂબ પર જોવા મળ્યો, જેમાં રાજેશ તલવારનો આસીસ્ટંટ કૃષ્ણા કથિત રીતે કહી રહ્યો છે કે, સીબીઆઇના તત્કાલિન સંયુક્ત નિયામક અરૂણ કુમારે એને એવું કહીને ગુનો સ્વીકાર કરી લેવા કહ્યું કે તારી સજા ઓછી થઇ જશે.

હવે આરોપી ડોક્ટર દંપતિ રાજેશ અને નૂપુર તલવારની નોકરોના કરાયેલા નાર્કો ટેસ્ટના વીડિયો આપવાની માંગ કરતી અરજી સુપ્રિમ કોર્ટે આ આધારે રદ કરી કે આ પુરતા પુરાવા નથી. કૃષ્ણા ડોક્ટરને કહી રહ્યો હતો કે, હું ક્યારેય અહીંથી ભાગીશ નહીં. હું શું કામ ભાગુ? મેં એમને પહેલી વખતે કહ્યું હતું કે જ્યારે એમણે મને આરોપ પોતાની ઉપર લેવા માટે કહ્યું હતું,

જ્યારે ડોક્ટરે એને પુછ્યું કે કોણે તને ગુનો કબુલવા કહ્યું હતું તો કુષ્ણાએ કહ્યું કે, આઇબી સાહેબે. જ્યારે આગળ પુછવામાં આવ્યું કે, કોણે તને ગુનો પોતાના માથે લેવા માટે કહ્યું હતું તો કૃષ્ણાએ કહ્યું કે, આઇજી કુમાર.

1985 બેચના આઇપીએસ અધિકારી અને સીબીઆઇના તત્કાલિન સંયુક્ત નિયામક અરૂણ કુમારે આ હત્યાંકાંડની તપાસ કરનારી સીબીઆઇની પ્રથમ ટીમનું નેતૃત્વ કર્યું હતું. એમના તારણમાં નોકર કૃષ્ણા, રાજકુમાર અને વિજય મંડલને કથિત રીતે ફસાવાયા હતા. જોકે સીબીઆઇના નિયામક અશ્વિનીકુમારે આ વાતને નકારી હતી. આ મામલે સંપર્ક કરતાં અરૂણ કુમારે કહ્યું હતું કે, સંબંધિત વીડિયો પ્રમાણિત સ્ત્રોતનો નથી. હાલમાં કુમાર પટનામાં સીઆરપીએફના મહાનિરિક્ષક છે.
First published: