Home /News /crime /

ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી,મધરાતે પોલીસે ત્રાટકી રૂ.17 લાખનો દારૂ ઝડપ્યો

ભાવનગરઃ ભાવનગરમાં હવે બુટલેગરો નવી પદ્ધતિઓ દારૂની હેરાફેરીમાં વાપરતા થઇ ગયા છે. ભાવનગર સોનગઢ પોલીસની સતર્કતા અને હિંમતના પગલે મસમોટો દારૂનો જથ્થો ભાવનગર રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક સોનપરા ગામની સીમમાંથી જડપી પાડ્યો છે. પોલીસ દ્વારા ગેસના ટેન્કરમાં લવાયેલો ૫૨૯ પેટી દારૂની જડપી લીધી છે અને આરોપીઓ ફરાર થઇ ગયા છે પોલીસએ ૧૮ લાખથી ઉપરના વાહનો અને ૧૭ લાખનો દારુ સાથે જડપી લીધો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભાવનગરઃ ભાવનગરમાં હવે બુટલેગરો નવી પદ્ધતિઓ દારૂની હેરાફેરીમાં વાપરતા થઇ ગયા છે. ભાવનગર સોનગઢ પોલીસની સતર્કતા અને હિંમતના પગલે મસમોટો દારૂનો જથ્થો ભાવનગર રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક સોનપરા ગામની સીમમાંથી જડપી પાડ્યો છે. પોલીસ દ્વારા ગેસના ટેન્કરમાં લવાયેલો ૫૨૯ પેટી દારૂની જડપી લીધી છે અને આરોપીઓ ફરાર થઇ ગયા છે પોલીસએ ૧૮ લાખથી ઉપરના વાહનો અને ૧૭ લાખનો દારુ સાથે જડપી લીધો છે.

videsi daru

રાત્રીના દોઢ કલાકે પોલીસને બાતમી મળી હતી કે સોનપરા ગામની સીમમાં ભીખાભાઈ સવાણીના ખેતરમાં એક ટેન્કર સહીત અનેક વાહનો છે અને રાત્રીના સમયે ત્યાં થતી ગોલમાલ પગલે પોલીસે તપાસ કરી અને ચકાસણી કરતા ત્યાં હાજર લોકો પોલીસના આગમનથી નાસી છૂટ્યા હતા. આથી પોલીસે વાહનો અને અંતે ગેસ ટેન્કરની તપાસ કરી હતી. ટેન્કરની તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગેસના ટેન્કરમાં દારૂનો જથ્થો હતો.

સોનગઢ પોલીસે રાત્રે કરેલી રેડમાં ગેસના ટેન્કરમાંથી નીકળી હતી ૫૨૯ પેટી દારૂની જેથી પોલીસે ત્યાં રહેલા દરેક વાહનો કબજે કર્યા હતા. જેમાં પોલીસે ગેસનું ટેન્કર,ટ્રેક્ટર,પીકઅપ વાન ૪૦૭ અને એક બાઈક કબજે લીધી છે. જેની કીમત ૧૮ લાખ ૬૫ હજાર થવા જાય છે. જયારે દારૂમાં જોઈએ તો પોલીસને ૪૪ પેટી ર્પ્યલ સ્ટેગ.૧૭૨ પેટી- રોયલ સ્ટાઈલ,૧૪૭ પેટી પ્રીમીયમ અને ૯૪ પેટી બીયર હેવર્ડની કબજે કરી છે જેની કિંમ્મત ૧૭ લાખ ૫૦ હજાર થવા જાય છે.

First published:

Tags: ક્રાઇમ, ગેસ ટેન્કર, દારૂ હેરાફેરી, નવી તરકીબ, વિદેશી દારૂ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन