આતંકવાદી સંગઠન IS નો પ્રમુખ કમાન્ડર અબુ બકર અલ બગદાદી હજુ સુધી જીવિત છે. તેનાં સંગઠને એક ઓડિયો ટેપ જાહેર કરી છે જેમાં બગદાદી તેનાં વિશે માહિતી આપે છે. રિપોર્ટ પ્રમાણે, ઓડિયોને IS દ્વારા સંચાલિત અલ ફુરકાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે, રશિયન અધિકારીઓએ જૂન મહિનામાં સીરિયાનાં રક્કામાં બગદાદીને મારી નાંખ્યાનો દાવો કર્યો હતો. આપને જણાવી દઇએ કે, રશિયાએ હવાઇ હુમલામાં બગદાદીની મોત થઇ હોવાનું તે સમયે બહાર આવ્યું હતું.
બગદાદીની આ નવી ટેપ 46 મિનિટ છે. જેમાં તે તેનાં ફોલોઅર્સને સંબોધિત કરે છે. ટેપમમાં તે ઉત્તર કોરિયા અને અમેરિકાની સાથે સાથે મોસુલમાં થયેલી લડાઇનો પણ ઉલ્લેખ કરે છે. તેનો દાવો છે કે અમેરિકા રશિયાની સામે નબળું પડી ગયુ છે.
હાલમાં અમેરિકાની ગુપ્ત એજન્સીઓએ આ ઓડિયોની તપાસ કરી રહી છે. અધિકારીઓ બાદમાં તેનાં વિશે જાહેરાત કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર