Home /News /crime /બળાત્કારના આરોપમાં આ ક્રિકેટરની થઇ ધરપકડ, 17 વર્ષની સગીરા પર કથિત દુષ્કર્મનો લાગ્યો આરોપ

બળાત્કારના આરોપમાં આ ક્રિકેટરની થઇ ધરપકડ, 17 વર્ષની સગીરા પર કથિત દુષ્કર્મનો લાગ્યો આરોપ

Nepali Cricketer Sandeep Lamichhane rape case

Cricketer Rape Case: આ ક્રિકેટરે ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું હતું કે તે આરોપો સામે લડવા ઘરે પરત ફરી રહ્યો છે. લામિછાનેએ પોસ્ટ કર્યું હતું કે, હું તપાસના તમામ તબક્કામાં સંપૂર્ણ સહકાર આપીશ અને મારી નિર્દોષતા સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડીશ. ન્યાયની જીત થવા દો.

વધુ જુઓ ...
  ક્રિકેટ સ્ટાર સંદીપ લામિછાને (Sandeep Lamichhane) નેપાળ પાછો ફરતાની સાથે જ તેની 17 વર્ષની સગીરા પર કથિત બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે વોરંટ જારી કર્યાના લગભગ એક મહિના પછી ગુરુવારે તેની ધરપકડ થઇ હતી.

  આ બનાવ અંગે કાઠમંડુ જિલ્લા પોલીસ પ્રવક્તા દિનેશ રાજ મૈનાલીએ AFPને જણાવ્યું હતું કે, પોસ્ટર બોય લામિછાને એરપોર્ટ પાર લેન્ડ થયો કે તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સફેદ હૂડી, કાળી કેપ અને કાળો માસ્ક પહેરેલા લામિછાનેને કાઠમંડુ એરપોર્ટની બહાર રાહ જોઈ રહેલી પોલીસ વાનમાં ઝડપથી લઈ જવામાં આવ્યો.

  આ પહેલા લામિછાનેએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું હતું કે તે આરોપો સામે લડવા ઘરે પરત ફરી રહ્યો છે. લામિછાનેએ પોસ્ટ કર્યું હતું કે, હું તપાસના તમામ તબક્કામાં સંપૂર્ણ સહકાર આપીશ અને મારી નિર્દોષતા સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડીશ. ન્યાયની જીત થવા દો.

  આ પણ વાંચો:  કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન, અભ્યાસ અને કામને લઈને જાણો મહત્વની વાત

  અહીં નોંધનીય છે કે, ગત 8 સપ્ટેમ્બરે દેશની અદાલતે ધરપકડ વોરંટ જારી કર્યા પછી 22 વર્ષીય લામિછાનેને નેપાળના ક્રિકેટ કેપ્ટન તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 17 વર્ષીય સગીરાએ આરોપ લગાવ્યો હતો કે સંદીપ લામિછાનેએ ઓગસ્ટમાં કાઠમંડુની હોટલના રૂમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદલામિછાને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો હતો તેથી વેસ્ટ ઈન્ડિઝથી નેપાળ પરત ફરી શક્યો ન હતો.

  વધતી જતી લોકપ્રિયતા -


  સામાન્ય રીતે ક્રિકેટની લોકપ્રિયતા દક્ષિણ એશિયામાં વધુ જોવા મળે છે.પર્વતીય નેપાળમાં લોકોને ક્રિકેટનો એટલો શોખ નથી.પરંતુ થોડા સમયથી ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે. નેપાળને 2018માં વર્લ્ડ ગવર્નિંગ બોડી દ્વારા વનડે માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો.

  વિશ્વભરની મોટી ક્રિકેટ લીગમાં સૌથી વધુ માંગ ધરાવતા નેપાળી ક્રિકેટર તરીકે લામિછાનેનો નેપાળમાં ક્રિકેટના ઉદગમમાં મહત્વનો ફાળો છે. તેને 2018માં વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે પસંદ કરવામાં આવ્યો હતો.

  લામિછાનેએ ગયા મહિને સોશિયલ મીડિયા પર નિવેદનમાં જણાવ્યું હતું કે તેની સામેના આરોપો પાયાવિહોણા છે અને નેપાળ પરત ન આવવાના તેના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, મારી સામે ધરપકડ વોરંટ નીકળ્યાના સમાચારે મને માનસિક રીતે અસ્વસ્થ કરી દીધો હતો અને. હું શું કરવું અને શું ન કરવું તે વિચારી શકતો ન હતો"

  મારી તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને હું (આરોપો સામે) જોરદાર લડત આપવા માટે શક્ય તેટલી વહેલી તકે નેપાળ પરત ફરવાનું આયોજન કરી રહ્યો છું.

  ત્યારપછી તરત જ નેપાળી પોલીસે ઈન્ટરપોલ પાસેથી ડિફ્યુઝન નોટિસ થકી મદદ માંગી છે, જેમાં સભ્ય દેશોને લામિછાનેને આરોપોનો સામનો કરવા માટે દેશમાં પાછા લાવવામાં સહયોગ માટે કહેવામાં આવ્યું છે.

  પીડિતાનું શું છે કહેવું?


  પોલીસના જણાવ્યા અનુસાર, નેપાળમાં ગત વર્ષે લગભગ 2,300 બળાત્કારના કેસ નોંધાયા હતા, પરંતુ સોશિયલ વર્કરોના કહેવા પ્રમાણે ઘણા કેસો તો નોંધાયા જ નથી. ગ્લોબલ #MeToo ચળવળ દરમિયાન નેપાળમાં માત્ર મુઠ્ઠીભર મહિલાઓએ આગળ આવીને વાત કરી હતી.

  રાષ્ટ્રીય માનવ અધિકારના ભૂતપૂર્વ સભ્ય મોહના અન્સારીએ જણાવ્યું હતું કે, પીડિતો હવે બોલી રહ્યા છે અને પોલીસની કાર્યવાહી અંગે આશા સેવી રહ્યાં છે. પરંતુ કાયદાઓ પૂરતા નથી. સામાજિક પરિવર્તનને આગળ ધપાવવા માટે ઘણું કરવાની જરૂર છે.

  આ પણ વાંચો:  ક્યાંક મિત્રો બનાવવા પર તો ક્યાંક તાળી પાડવા પર પ્રતિબંધ, જાણો શાળાઓના અજબગજબ નિયમો

  આ કેસ અંગે લોકોનો અભિપ્રાય વિભાજિત થયો છે, ઘણા લોકો સંદીપ લામિછાનેને ટેકો આપી રહ્યાં છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં લોકપ્રિય નેપાળી અભિનેતા પોલ શાહને સગીર સાથે જાતીય ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવ્યા બાદ લામિછાને સામેના આરોપો બહાર આવ્યા હતા. તેને અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેના પીડિતને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Cricket News in Gujaati, Crime news

  विज्ञापन
  विज्ञापन