વાતે વાતે સમજાવવા આવતો હતો વૃદ્ધ, કંટાળીને પડોશીએ PUBG સ્ટાઈલમાં વૃદ્ધ પતિ-પત્ની કરી નાખી હત્યા

આરોપીની તસવીર

jharkhand crime news: 15થી 20 મિનિટમાં તે ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ યુવકને ઓળખ કરી પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે હત્યા બાદ ઘરમાંથી ચોરેલા 40 હજાર રૂપિયા અને ચાર મોબાઈલ ફોન આરોપી પાસેથી જપ્ત કર્યા હતા.

  • Share this:
    પલામૂઃ  હત્યાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે પરંતુ ઝારખંડમાં (Jharkhand news) એક ચોંકાવનારી હત્યાની ઘટના બની હતી. અહીં પાડોશી યુવકે વૃદ્ધ પતિ પત્નીની હત્યા (Neighbor youth murders elderly husband wife) કરી હતી. પબ્ઝી ગેમ (PUBG game) રમવાના શોખી યુવકે પબ્જી સ્ટાઈલમાં (PUBG style murder) જ વૃદ્ધની હત્યા કરી હતી. જ્યારે પુરાવાનો નાશ કરવા માટે પત્નીને પણ મોતને ઘાટ ઉતારી હતી. જોકે, સીસીટીવી ફૂટેજમાં (CCTV footage) ઝડપાઈ ગયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ વૃદ્ધના સ્વભાવથી તંગ આવીને તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

    ઝારખંડના ડાલ્ટગંજમાં મુખ્યમંત્રી સચિવાલયના અધિકારીની માતા-પિતાની હત્યા કેસમાં પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વૃદ્ધનો સ્વભાવ તેને ગમતો ન હતો. કારણ કે વૃદ્ધ ગમે ત્યારે તેને સમજાવતો હતો જેથી તેને ખરાબ લાગતું હતું.

    બુધવારે સાંજે પણ વૃદ્ધ રાજેન્દ્ર ચંદ્રવંશીએ તેને ઘરે સમજાવવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની કિચનમાં ચા બનાવવા લાગ્યા હતા. ત્યારે આરોપી શિવમ વૃદ્ધની વાતથી આવેશમાં આવીને પોકેટમાં રાખેલા ચપ્પા વડે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો. વૃદ્ધ ઉપર ચાર વખત હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    વૃદ્ધની હત્યા બાદ સાક્ષી અને પુરાવા મીટાવવા માટે શિવમે તેની પત્નીની પણ હત્યા કરી દીધી હતી. આરોપીએ જણાવ્યું કે પેન્ટમાં ચપ્પુ લઈને ફરવું તેની જૂની આદત હતી. ચપ્પુ લઇને ફરવું તેનો શોખ છે. આરોપીને પબ્ઝી રમવાનો પણ ખુબ જ શોખ છે. વૃદ્ધના વ્યવહારથી આવેશમાં આવીને શિવમ પાંડેએ પબ્ઝી ગેમની સ્ટાઈલમાં ચપ્પુ ચલાવી દીધું હતું. જેનાથી વૃદ્ધનું મોત થયું હતું.

    આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

    આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

    પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે કોઈ યુવક ઘરમાં પ્રેવશ કરે છે. 15થી 20 મિનિટમાં તે ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ યુવકને ઓળખ કરી પૂછપરછ કરી હતી.




    ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે હત્યા બાદ ઘરમાંથી ચોરેલા 40 હજાર રૂપિયા અને ચાર મોબાઈલ ફોન આરોપી પાસેથી જપ્ત કર્યા હતા. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
    Published by:ankit patel
    First published: