80 વર્ષના વૃદ્ધે 33 વર્ષીય યુવકને તેની પત્ની સાથે સૂવા માટે રૂ. 10,000ની ઑફર કરી, જાણો પછી શું થયું...

મુંબઈમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા (પ્રતીકાત્મ તસવીર)

Navi Mumbai Crime News: મૃતક વૃદ્ધ કરોડોની સંપત્તિનો માલિક, આરોપીએ વૃદ્ધના કપડાં, મોબાઇલ સહિતની વસ્તુઓ કચરામાં ફેંકી દીધી.

 • Share this:
  મુંબઈ: નવી મુંબઈમાં હત્યાનો એક કંપાવી દે તેવો બનાવ (Navi Mumbai murder case) સામે આવ્યો છે. અહીં 80 વર્ષીય વૃદ્ધની હત્યાના આરોપમાં એક 33 વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આ વૃદ્ધે આરોપી યુવાનને કથિત રીતે તેની પત્ની સાથે સૂવા માટે 10,000 રૂપિયાની ઑફર કરી હતી. NRI કોસ્ટલ પોલીસ સ્ટેશનના રવીન્દ્ર પાટિલ (Ravindra Patil from NRI Coastal police station)ના હવાલેથી હિન્દુસ્તાન ટાઇમ્સે જણાવ્યું કે, મૃતકની ઓળખ શામકાંત તુકારામ નાઇક (Shamakant Tukaram Naik) તરીકે કરવામાં આવી છે. નાઇક પાસે દુકાન, ફ્લેટ, પ્લૉટ સહિત કરોડો રૂપિયાની સંપત્તિ હતી.

  બનાવની વિગત વાત કરીએ તો નાઇક અવારનવાર 33 વર્ષીય આરોપી યુવાનની દુકાનો જતા હતા. આવી જ એક મુલાકાત દરમિયાન વૃદ્ધે આરોપીને તેની પત્ની સાથે સૂવા માટે પાંચ હજાર રૂપિયાની ઑફર કરી હતી. પોલીસે જણાવ્યું કે, 29 ઓગસ્ટના રોજ નાઇકે તેને 10,000 રૂપિયા આપવાની વાત કરી હતી અને તેની પત્નીને ગોડાઉનમાં મોકલવાની વાત કરી હતી. વૃદ્ધની આવી માંગણીથી નારાજ થયેલા આરોપીએ તેને ધક્કો મારી દીધો હતો. નીચે પડવાને પગલે વૃદ્ધના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં 33 વર્ષીય આરોપીએ તેની દુકાનનું શટર બંધ કરી દીધું હતું અને વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં વૃદ્ધને મૃતદેહને વૉશરૂમમાં મૂકી દીધો હતો.

  વૃદ્ધના મૃતદેહને 31મી ઓગસ્ટ સુધી શૌચાલયમાં રાખવામાં આવ્યો હતો. એક દિવસ સવારે આરોપીએ સવારે પાંચ વાગ્યે મૃતદેહને બેડશીટમાં લપેટીને બાઇક પર લઈ જઈ તળવામાં ફેંકી દીધો હતો. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આરોપીએ નિવેદન આપ્યું છે કે તેણે વૃદ્ધના કપડાં, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓને કચરાપેટીમાં ફેંકી દીધા હતા. જોકે, આ તમામ વસ્તુઓ મળી આવી નથી.

  આ પણ વાંચો: સગાઈ બાદ મંગેતર સાથે સંબંધ બાંધતા યુવતીનો જીવ ગયો! બ્લિડિંગ બંધ ન થયું, યુવકની અટકાયત 

  જે બાદમાં આરોપી 80 વર્ષીય વૃદ્ધના પુત્ર સાથે 29 ઓગસ્ટના રોજ ગુમ થયાની ફરિયાદ લખાવવા માટે પણ સાથે ગયો હતો. નાઇકના પરિવારના લોકોએ જણાવ્યું કે, 29 ઓગસ્ટના રોજ બપોરે ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત નથી આવ્યા. તેમનો મોબાઇલ ફોન બંધ આવી રહ્યો હતો. પોલીસને આ કેસમાં શરૂઆતથી એવી આશંકા હતી કે આ હત્યા સંપત્તિ માટે કરવામાં આવી છે. જોકે, સીસીટીવી ફૂટેજને પગલે આ હત્યા દુકાનદાર યુવાને કરી હોવાનું ખુલ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: