IS વિશ્વ માટે ખતરો, ધર્મને આતંકવાદથી અલગ કરો : PM મોદી

Haresh Suthar | News18
Updated: September 26, 2015, 3:47 PM IST
IS વિશ્વ માટે ખતરો, ધર્મને આતંકવાદથી અલગ કરો : PM મોદી
વર્તમાન સમયમાં વિશ્વ સામે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને સૌથી મોટો ખતરો ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ નાબુદી માટે યુવાઓને એમાં જતા રોકવા તથા ધર્મને આતંકવાદથી અલગ કરવા મુદ્દે ભાર મુક્યો હતો.

વર્તમાન સમયમાં વિશ્વ સામે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને સૌથી મોટો ખતરો ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ નાબુદી માટે યુવાઓને એમાં જતા રોકવા તથા ધર્મને આતંકવાદથી અલગ કરવા મુદ્દે ભાર મુક્યો હતો.

  • News18
  • Last Updated: September 26, 2015, 3:47 PM IST
  • Share this:
ન્યૂયોર્ક # વર્તમાન સમયમાં વિશ્વ સામે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને સૌથી મોટો ખતરો ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ નાબુદી માટે યુવાઓને એમાં જતા રોકવા તથા ધર્મને આતંકવાદથી અલગ કરવા મુદ્દે ભાર મુક્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભની બેઠક પૂર્વે જોર્ડનના સુલ્તાન શાહ અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. જે બાદ વિદેશ મંત્રાલય પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, મોદીએ આ સમયે યુવાઓને કટ્ટરપંથીઓથી બચાવવા માટે શું કરી શકાય એ અંગે ભાર મુક્યો હતો.

સ્વરૂપે કહ્યું કે, બંને નેતાઓએ આ વાતનો સ્વીકાર કર્યો કે, આઇએસઆઇએસ આંતર રાષ્ટ્રીય સમુદાય માટે સૌથી મોટા પડકારો પૈકી એક છે. વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદને ધર્મથી અલગ કરવાની જરૂર છે. મોદીએ કહ્યું કે, આંતર રાષ્ટ્રીય આતંકવાદ અને આઇએસ જેવા સંગઠનોના ખતરાથી બચવા માટે વૈશ્વિક કાર્યવાહી કરવાની જરૂર છે.

તેમણે આંતર રાષ્ટ્રીય આતંકવાદ મામલે લાંબા સમયથી પડતર સંધિ પ્રસ્તાવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે આંતર રાષ્ટ્રીય સમુદાય આ મહત્વપૂર્ણ મુદ્દે એક સૂરમાં બોલે અને આ વૈશ્વિક સંધિનો સ્વીકાર કરે. મોદી અને શાહ અબ્દુલ્લાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા કરવા અંગે પણ વિચાર વિમર્શ કર્યા હતા.
First published: September 26, 2015, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading