Home /News /crime /નારાયણ સાંઇ સહિત 10 સામે આરોપનામું ઘડાયું, 1લી સપ્ટેમ્બરે સાક્ષીઓને કોર્ટ સાંભળશે

નારાયણ સાંઇ સહિત 10 સામે આરોપનામું ઘડાયું, 1લી સપ્ટેમ્બરે સાક્ષીઓને કોર્ટ સાંભળશે

જહાગીરપુરાની સાધિકા પર દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલાં નારાયણ સહિતના દસ આરોપીઓ સામે રૂપિયા 13 કરોડના લાંચ કાંડમાં આજે ચાર્જફ્રેમ થઇ હતી. જેમાં નારાયણ સાંઈ સહિતના આરોપીઓએ તેમના પર લગાવવામાં આવેલા આરોપો નકાર્યા હતાં. જેને લઇને 1લી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં ફરિયાદી તથા સાક્ષીઓને સાંભળવામાં આવશે.

જહાગીરપુરાની સાધિકા પર દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલાં નારાયણ સહિતના દસ આરોપીઓ સામે રૂપિયા 13 કરોડના લાંચ કાંડમાં આજે ચાર્જફ્રેમ થઇ હતી. જેમાં નારાયણ સાંઈ સહિતના આરોપીઓએ તેમના પર લગાવવામાં આવેલા આરોપો નકાર્યા હતાં. જેને લઇને 1લી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં ફરિયાદી તથા સાક્ષીઓને સાંભળવામાં આવશે.

વધુ જુઓ ...
  • ETV
  • Last Updated :
સુરત # જહાગીરપુરાની સાધિકા પર દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલાં નારાયણ સહિતના દસ આરોપીઓ સામે રૂપિયા 13 કરોડના લાંચ કાંડમાં આજે ચાર્જફ્રેમ થઇ હતી. જેમાં નારાયણ સાંઈ સહિતના આરોપીઓએ તેમના પર લગાવવામાં આવેલા આરોપો નકાર્યા હતાં. જેને લઇને 1લી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં ફરિયાદી તથા સાક્ષીઓને સાંભળવામાં આવશે.

નારાયણ સામે વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકમાં દુષ્કર્મ બાબતની ફરિયાદ નોંધવામાં આવી હતી. સાધિકાએ આરોપ લગાવ્યો હતો કે નારાયણે અનેક આશ્રમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. ફરિયાદના પગલે નારાયણ પોલીસ પકડથી બચવા છુપા ભેષ ધારણ કરીને ફરતો રહ્યો હતો અંતે 48માં દિવસે તેની કુરૂક્ષેત્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

નારાયણ સાંઇએ દુષ્કર્મના આ કેસમાંથી આબાદ છટકવા માટે રૂપિયા 13 કરોડની લાંચનું સેટિંગ કર્યું હતું. જેમાં તે પોલીસ, જયુડિશયરી અને સિવિલ તંત્રના કેટલાંક લોકોને ખરીદવા માંગતો હતો.

જો કે, પોલીસના દાવા પ્રમાણે બધુ જ રિવર્સ ટ્રેપમાં ઝડપાઈ ગયું હતુ. આ કેસમાં રિમાન્ડ પ્રોસેસ બાદ ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને હવે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારના રોજ નારાયણસાંઇ સહિત 10 આરોપીઓ વિરુધ્ધ ચાર્જ ફ્રેમ કરાયું હતું.

જોકે આરોપીઓએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢયાં હતા. જેને કારણે નામદાર કોર્ટે 1લી સપ્ટેમ્બરના રોજ ફરિયાદી તથા સાક્ષીઓને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતુ. જ્યાં ફરિયાદી તથા સાક્ષીઓના નિવેદનો અને તેમને સાંભળવામાં આવશે.

નારાયણ સાંઇને જામીન મળશે કે કેમ તે અંગે પુછતા સાંઇએ જણાવ્યું હતું કે ભારતના અચ્છે દિન આવી રહ્યાં છે. ભારતના ન્યાયતંત્ર પરિવર્તન આવશે, તેમજ 2.54 લાખ અંડર ટ્રાયલ લોકોને જામીન મળવા જોઇએ.
First published:

Tags: આરોપ, કોર્ટ, ક્રાઇમ, દુષ્કર્મ, ધરપકડ, ધર્મભક્તિ, પોલીસ`, સુરત

विज्ञापन
विज्ञापन