માર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...

News18 Gujarati
Updated: November 29, 2019, 4:04 PM IST
માર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...
પ્રતિકાત્મક તસવીર

નેન્સી સગીર હોવાના કારણે સાહિલ તેની સાથે સુભાષ નગરમાં ત્રણ વર્ષ લિવ ઇનમાં રહ્યો હતો.

  • Share this:
ત્રણ વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી આ વર્ષે જ માર્ચમાં નૈન્સી શર્મા અને સાહિલ ચોપડાએ લવ મેરેજ કર્યા. પણ પછી નવેમ્બરમાં નેન્સી અચાનક જ ગાયબ થઇ ગઇ. પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી. પહેલા તો સાસરીવાળાએ તેવો આરોપ લગાવ્યો કે તે દાગીના લઇને ભાગી ગઇ છે. પણ એક દિવસ જ્યારે નેન્સીની મિત્ર તેની સાસરી પહોંચી તો તેને નેન્સી ગુમ થવાની ખબર મળી. તેણે તરત જ દિલ્હી પોલીસને તે વોટ્સઅપ મેસેજ બતાવ્યો જે તેને નેન્સીને મોકલ્યો હતો. જે પછી નેન્સીની લાશ દિલ્હીથી 100 કિમી દૂર પાનીપતમાં મળી.

દિલ્હી હરિનગરમાં રહેતા સંજય શર્માની મોટી પુત્રી નેન્સી વિકાસપુરીમાં કોમ્પ્યૂટર સેન્ટરનો કોર્સ કરતી હતી. સેન્ટરની નજીકમાં જ જનકપુરી નિવાસી 21 વર્ષીય સાહિલ ચોપડાની કાર સેલ-પરચેઝની ઓફિસ હતી. નેન્સી અને સાહિલની મિત્રતા થઇ. નેન્સી સગીર હોવાના કારણે સાહિલ તેની સાથે સુભાષ નગરમાં ત્રણ વર્ષ લિવ ઇનમાં રહ્યો. જે પછી માર્ચમાં જ તેમણે લગ્ન કરી લીધા. સાહિલ ચોપડાએ પોલીસ પુછપરછમાં જણાવ્યું કે તેને પોતાની પત્નીના ચારિત્ર પર સંદેહ હતો. દોઢ મહિના પહેલા નેન્સીના મોબાઇલ ફોનનું મેમોરી કાર્ડ મળ્યું હતું.

જેમાં નેન્સીના લગ્ન જીવન પહેલા અનેક રહસ્ય હતા. જે વાતથી તેનો પરિવાર પણ અજાણ હતો. આ કારણે બંને વચ્ચે દોઢ મહિનાથી અનેક વાર ઝગડા થયા હતા. સાહિલ નેન્સી સાથે 11 નવેમ્બરના રોજ સાંજે 7 વાગે કારમાં મુરથલ ઢાબા પર ખાવા માટે લઇ જઉં છું કહીને ઘરથી બહાર લઇ ગયો. કારમાં પાછળની સીટ પર નેન્સી અને સાહિલ બેઠા હતા. કાર સાહિલનો કરનાલ નિવાસી એક મિત્ર ચલાવી રહ્યો હતો. વળી કારમાં સાહિલની દુકાનમાં કામ કરતો યુવક પણ હાજર હતો. રાત્રે 12 વાગે રિફાઇનરી મોડની પાસે તેણે નેન્સીને ગોળી મારી નાંખી. આરોપીની કારની તસવીરો પાનીપત ટોલ પ્લાઝાના સીસીટીવીમાં જોવા મળી હતી.

આ રીતે ભેદ ખુલ્યો

પ્રાંજલિ અને સરાનિયા નેન્સીની મિત્ર હતી. 10 નવેમ્બરે પ્રાંજલિને નેન્સીએ મેસેજ કર્યો હતો કે સાહિલ બે દિવસથી તેની સાથે મારપીટ કરી રહ્યો છે. નેન્સીએ પોતાની સાથે મારપીટના ફોટો પણ મોકલ્યા. અને કહ્યું કે એક બે દિવસમાં જો મારો ફોન ન આવે તો સમજી લેજે કે સાહિલે મારી હત્યા કરી નાંખી છે. મારા માતા-પિતાને આ વાત કહી દેજે. 11 નવેમ્બરથી જ નેન્સીનો મોબાઇલ નંબર બંધ આવતો હતો. પ્રાંજલિ 13 નવેમ્બરે જ્યારે સાહિલના ઘરે ગઇ તો તેની માં કહ્યું કે સાહિલ અને નેન્સી હરિદ્વાર ગયા છે. તે પછી સાહિલના દાદાએ કહ્યું કે તે બંને ફ્રાન્સ ફરવા ગયા છે. જ્યારે નેન્સી પાસે કોઇ પાસપોર્ટ નહતો. તે પછી પ્રાંજલિએ 22 નવેમ્બરે તમામ જાણકારી નેન્સીના પિતા સંજય શર્માને કહી. પિતાએ પોલીસને તમામ વાતની જાણ કરી. અને કડક પુછપરછ પછી સાહિલે પોતાનો ગુનો કબૂલ્યો.
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर