મનપસંદ ગીત ના વગાડતાં DJને છાતીમાં મારી ગોળી

સાવ નજીવી બાબતમાં પણ લોકો કેવું પગલું ભરી બેસી છે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં દારૂના નશામાં ચકનાચૂર એક યુવાને બર્થ ડે પાર્ટીમાં પોતાનું મનપસંદ ગીત ના વગાડતાં DJને છાતીમાં ગોળી મારતાં મોત નીપજ્યું હતું.

સાવ નજીવી બાબતમાં પણ લોકો કેવું પગલું ભરી બેસી છે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં દારૂના નશામાં ચકનાચૂર એક યુવાને બર્થ ડે પાર્ટીમાં પોતાનું મનપસંદ ગીત ના વગાડતાં DJને છાતીમાં ગોળી મારતાં મોત નીપજ્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
બરેલી # સાવ નજીવી બાબતમાં પણ લોકો કેવું પગલું ભરી બેસી છે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં દારૂના નશામાં ચકનાચૂર એક યુવાને બર્થ ડે પાર્ટીમાં પોતાનું મનપસંદ ગીત ના વગાડતાં DJને છાતીમાં ગોળી મારતાં મોત નીપજ્યું હતું.

બરેલી જિલ્લાના ગ્રામ્ય પોલીસ અધિક્ષક બૃજેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, મીરગંજ કસ્બા વિસ્તારમાં ગઇ કાલે રાતે ચોકસી હરિઓમ ગુપ્તાની પૌત્રીના જન્મ દિવસ સમારોહમાં DJ પાર્ટીનું આયોજન કરાયું હતું.

પાર્ટીમાં ગીતોની ધૂન સાથે લોકો મસ્તી મજાક કરી રહ્યા હતા એવામાં ગુપ્તાના સંબંધી અંશૂએ DJ વગાડી રહેલા 30 વર્ષિય અરૂણ વાલ્મીકિને પોતાની પસંદનું ગીત વગાડવા કહ્યું હતું. જોકે અરૂણે આ ગીતની સીડી ન હોવાનું કહેતાં દારૂના નશામાં ચકચાનૂર અંશૂએ પોતાના ખિસ્સામાંથી તમંચો કાઢી અરૂણની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

ઘાયલ અરૂણને સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો. જોકે હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ અધિક્ષક શ્રીવાસ્તવે જણાવ્યું કે, અંશૂએ ગોળી મારતાં પાર્ટીમાં દોડધામ મચી જવા પામી હતી. આ તકનો લાભ લઇ અંશૂ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: