ભારતના મોસ્ટવોન્ટેડ અપરાધિઓની લિસ્ટમાં ટૉપ પર રહેલ દાઉદ ઇબ્રાહિમનું (Dawood Ibrahim) નામ હંમેશા આપણે લોકો સાંભળતા રહીએ છીએ. ડૉન (Don) દાઉદ ઇબ્રાહિમ 1993ના મુંબઇ બ્લાસ્ટ (Mumbai Blast) બાદ આતંકનો ચહેરો બનીને સામે આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 250થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 800 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ભારત સહિત ઘણી વિદેશી એજન્સીઓ હજુ પણ આ આતંકવાદીને શોધી રહી છે. જે 80થી 90ના દાયકામાં મુંબઈમાં માફિયા શાસનનો રાજા હતો. અનેક વખત રેડ કોર્નર નોટિસ જાહેર કર્યા બાદ પણ ઈન્ટરપોલ જેવી એજન્સીના હાથ હજુ પણ ખાલી છે. એવું માનવામાં આવે છે કે, તે પાકિસ્તાનના કરાચીમાં સંતાયો છે, પરંતુ આજે અમે તમને જણાવીએ કે, એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર દેશનો મોસ્ટ વોન્ટેડ અપરાધી કેવી રીતે બની ગયો?
દાઉદ ઈબ્રાહિમનો જન્મ 27 ડિસેમ્બર 1955ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. દાઉદના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. શાળામાં અભ્યાસ દરમિયાન દાઉદે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે પરિવારના સભ્યોએ વિચાર્યું કે, કદાચ લગ્ન પછી જવાબદારી આવશે તો તે પોતાની જાતને સંભાળી લેશે. આવામાં તેના લગ્ન ઝરીના નામની યુવતી સાથે કરાવ્યા. પરંતુ તેણે લગ્ન પછી પણ ચોરી, લૂંટ અને દાણચોરીનો ધંધો છોડ્યો નહી. આ દરમિયાન તે લૂંટના કેસમાં જેલમાં ગયો હતો. પિતાને ખબર પડતાં તેણે દાઉદને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.
દાઉદને ઘરમાંથી પિતા દ્વારા કાઢી મૂકાતા તેની પાસે કોઇ ઠેકાણું રહ્યુ નહી તો તે મુંબઇના ડોન કરીમ લલાની ગેંગ સાથે જોડાય ગયો હતો. ગુનાના તમામ દાવ શીખી લીધા બાદ તેને પોતાના ભાઇ સાબિર ઇબ્રાહિમ સાથે મળી પોતાની ગેંગ બનાવી લીધી હતી. જેને બાદમાં ડી-ગેંગના નામે ઓળખવામાં આવી. આ ગેંગ સાથે જોડાયેલા અપરાધી ડ્રગ્સની હેરાફેરી, હપ્તા વસૂલી, પૈસા લઇ હત્યા કરવી જેવા કામોને અંજામ આપતા હતા. આ દરમિયાન ઘણી વખત તે પોલીસેની પકડમાં આવ્યો અને જેલમં પણ ગયો હતો.
ત્યાં જ ડી-કંપનીના વધતા પ્રભાવને જોઈ કરીમ લાલાની પઠાણ ગેંગે માન્યા સુર્વે સાથે મળીને દાઉદના મોટા ભાઈની હત્યા કરી નાખી હતી. એવું કહેવાય છે કે, આ હત્યાએ મુંબઈમાં લોહિયાળ ગેંગ વોરને જન્મ આપ્યો હતો. હિંસક ગેંગ વોર વચ્ચે ઘણા ગુંડાઓ માર્યા ગયા હતા. પરંતુ 1982માં દેશના પ્રથમ એન્કાઉન્ટરમાં માન્યા સુર્વે માર્યો ગયો કે તરત જ કરીમ લાલા પણ શાંત પડી ગયો હતો.
કરીમ લાલાના મૌન બાદ દાઉદ ઈબ્રાહિમે આખા મુંબઈમાં આતંક મચાવ્યો હતો પરંતુ મુંબઈ પોલીસ કોઈ પણ સંજોગોમાં આ કાંટાને ઉખાડી ફેંકવા માંગતી હતી. પરંતુ પોલીસના હાથે પકડાય તે પહેલા જ દાઉદ વર્ષ 1988માં દુબઈ ભાગી ગયો હતો અને અહીંથી આખી ગેંગ ચલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસના અનુસાર દાઉદ દુબઈમાં તેના રોકાણ દરમિયાન સટ્ટાબાજી, હવાલા અને મની લોન્ડરિંગ જેવા ધંધામાં સામેલ હતો અને કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.
દાઉદ ઈબ્રાહિમ દુબઈમાં બેસીને પોતાના સાગરિતોની મદદથી મુંબઈમાં ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. દાઉદે દુબઈમાં જ 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની યોજના બનાવી હતી અને આ બોમ્બ વિસ્ફોટો પછી તે સમગ્ર વિશ્વની પોલીસ અને તપાસ એજન્સીઓના નિશાના પર આવી ગચો. બોમ્બ બ્લાસ્ટ બાદ તેણે ભારતીય તપાસ એજન્સી અને ઈન્ટરપોલની નજરથી બચવા માટે પાકિસ્તાનમાં આશરો લીધો હતો પરંતુ પાકિસ્તાને હંમેશા તેની હાજરીની ખબરોને નકારી કાઢી છે.
ત્યાં જ વર્ષ 2021માં પણ દાઉદને કોરોના હોવાના સમાચાર મીડિયામાં સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેનું મૃત્યુ કોરોનાના કારણે થયું હતું. જોકે હજુ સુધી તેના મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર