મોડલ માનસી હત્યા કેસ : રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપીનો આક્ષેપ

મૃતક માનસી તેમજ આરોપી યુવક (ફાઇલ તસવીર)

આરોપીએ એવો પણ દાવો કર્યો છે કે તે ખૂબ જ 'શાંતિપ્રિય' વ્યક્તિ છે, તેમજ માનસીનું મોત એક 'અકસ્માત' હતો.

 • Share this:
  મુંબઈ : ઓશિવારા ખાતે 20 વર્ષની ઉભરતી મોડલ માનસી દીક્ષિતની હત્યા કરનારા 19 વર્ષના આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આરોપીએ આક્ષેપ લગાવ્યો છે કે માનસી તેની પાસેથી પૈસા પડાવી રહી હતી. એટલું જ નહીં પૈસા ન આપવાના કેસમાં તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી રહી હતી.

  આરોપીએ પોતાની જામીન અરજી રજુ કરતા દાવો કર્યો છે કે તે માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે અવાર નવાર લોકો સાથે ઝઘડો કરી બેસે છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે તે ખૂબ જ 'શાંતિપ્રિય' વ્યક્તિ છે, તેમજ માનસીનું મોત એક 'અકસ્માત' હતો.

  સૈયદ મુઝમ્મીલ નામના 19 વર્ષીય યુવકે ગત વર્ષે માનસી દીક્ષિતની હત્યા કરી નાખી હતી.

  પોતાની અરજીમાં મુઝમ્મીલે લખ્યું છે કે, "હું સોશિયલ મીડિયાના માધ્યમથી માનસીના સંપર્કમાં આવ્યો હતો. વ્યવસાયે ઉભરતો ફોટોગ્રાફર હોવાથી માનસીએ પોટ્રેટ શૂટ માટે મારો સંપર્ક કર્યો હતો. આ સમયે મેં તેને જણાવ્યું હતું કે મારી પાસે કોઈ કેમરો કે કોઈ સાધન નથી. માનસીએ કહ્યું હતું કે મારી પાસે સારો ડિઝિટલ કેમેરો છે અને હું તારા ઘરે આવવા માટે તૈયાર છું."  મુઝમ્મીલે દાવો કર્યો હતો કે માધુરી કેમેરો લીધા વગર જ તેના ઘરે આવી પહોંચી હતી. જે બાદમાં બંને વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુઝમ્મીલે દાવો કર્યો છે કે, "માનસીએ પૈસા માંગવાનું શરૂ કર્યું હતું અને આવું નહીં કરવા પર બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે કોઈ વ્યક્તિ ધમકી આપી છે ત્યારે જે તે વ્યક્તિ માટે પહેલા જેવું જ માનસિક સંતુલન જાળવી રાખવું મુશ્કેલ છે."

  બંને વચ્ચે ઉગ્ર ઝઘડા બાદ મુઝમ્મીલે માનસીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. જે બાદમાં તેના માથામાં લાકડાનું સ્ટુલ ફટકારી દીધું હતું. જે બાદમાં માનસી બેભાન થઈ ગઈ હતી. મુઝમ્મીલના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ બનાવ બાદ તેને એવું લાગ્યું હતું કે માનસીનું મોત થઈ ચુક્યુ છે. આથી તે માનસીને એક બેગમાં ભરીને બહાર લઈ ગયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: