રૂ. 285 કરોડની સંપત્તિ માટે મુંબઈના વ્યક્તિએ મૃત માતાને જીવતી બતાવી!

પ્રતિકાત્મક તસવીર

મુંબઈના સુનિલ ગુપ્તાની માતા કમલેશ રાનીનું વર્ષ 2011માં માર્ચ મહિનામાં નિધન થયું હતું.

 • Share this:
  નોઇડાઃ પોલીસે મુંબઈ સ્થિત એક વ્યક્તિ તેની પત્ની અને તેના પુત્રની કૌભાંડના સંદર્ભે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે તેના ભાઈએ રૂ. 285 કરોડની પ્રોપર્ટી હડપ કરી જવા માટે કૌભાંડ આચર્યું હતું. કૌભાંડ કરવા માટે તેણે તેની મૃત માતાને પણ કાગળ પર જીવતી બતાવી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે 15મી ડિસેમ્બરના રોજ સુનિલ ગુપ્તા, તેની પત્ની રાધા અને પુત્ર અભિષેકની મુંબઈના પોવઈ સ્થિત હિરાનંદાણી ગાર્ડ્સન ખાતે આવેલા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.

  પોલીસના જણાવ્યા પ્રમાણે વિજય ગુપ્તા તરફથી તેના મોટાભાઈ સુનિલ ગુપ્તા, તેની પત્ની અને બે પુત્રો તેમજ અન્ય પાંચ લોકો સામે પાંચ વર્ષ જૂના કેસ સંદર્ભે ફરિયાદ આપવામાં આવી હતી.

  સ્ટેશન હાઉસ ઓફિસર મનોજકુમારે પંતે જણાવ્યું હતુ કે, "સુનિલ ગુપ્તાએ તેની માતાના નિધન બાદ તેણી જીવતી હોય તેવું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આવું કરીને માતાના નામે રહેલી કંપની તેના તેમજ તેના પરિવારના નામે કરી લીધી હતી. સુનિલ ગુપ્તાના આવા કૃત્યથી ફરિયાદની રૂ. 285 કરોડનું નુકસાન થયું હતું."

  આ પણ વાંચો ઃ આ શહેરનો ધનવાન બન્યો 'ભામાશા',  300 કરોડની સંપત્તિ આપી દીધી દાનમાં

  સુનિલ ગુપ્તાની માતા કમલેશ રાનીનું વર્ષ 2011માં માર્ચ મહિનામાં નિધન થયું હતું. તેણીના નામે રૂ. 285 કરોડનો સંપત્તિ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના નામે મુંબઈમાં મીણબતી બનાવવાની એક ફેક્ટરી પણ હતી. આ કંપનીની ઓફિસ નોઇડામાં આવેલી હતી.

  મહિલાએ પોતાના વીલમાં લખ્યું હતું કે, તેણીના મોત બાદ તેની સંપત્તિઓ તેમના સંતાનો વચ્ચે વહેંચી દેવામાં આવે. જોકે, મહિલાનો પુત્ર વિજય ગુપ્તા જિલ્લા કોર્ટમાં ગયો હતો અને દાવો કર્યો હતો કે તેના ભાઈએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને કંપની પચાવી પાડી છે. આ કંપનીમાં તે પાર્ટનર હતો. તેમજ કંપનીનું સંપૂર્ણ કામકાજ પણ તે જ જોઈ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ  'મારી સંપત્તિ નાના ભાઈને આપી દેજો,' વીડિયો રેકોર્ડ કરીને યુવકને આપઘાત

  અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, "સુનિલ ગુપ્તાએ તેની માતાના નિધનના સાત દિવસ બાદ મુંબઈની રજીસ્ટ્રાર ઓફિસ ખાતે એક "ગિફ્ટ ડીડ" રજુ કર્યો હતો. જે પ્રમાણે મીણબતી બનાવતી કંપની તેની માતાએ તેને ભેટમાં આપી હતી. નિયમ પ્રમાણે મૃત વ્યક્તિના નામે ગિફ્ટ ડીડ બનાવી શકાય નહીં, પરંતુ સુનિલ ગુપ્તાએ બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને દાવો કર્યો હતો કે તેણી જીવતી છે."
  Published by:Vinod Zankhaliya
  First published: