પત્નીની સામે પતિને રસ્તા વચ્ચે ધારદાર હથિયારથી મારી નાખ્યો, લોકો જોતા રહ્યા

News18 Gujarati
Updated: November 14, 2018, 7:32 AM IST
પત્નીની સામે પતિને રસ્તા વચ્ચે ધારદાર હથિયારથી મારી નાખ્યો, લોકો જોતા રહ્યા
પ્રતિકાત્મક તસવીર

અફરોજે રિક્ષા દ્વારા આવેશને ટક્કર મારી દીધી. ત્યારબાદ આવેશ અને તેની પત્ની રસ્તામાં પડી ગયા.

  • Share this:
મુંબઈના ભીવંડી ગૈબી નગરના વિસ્તારમાં જમીનના વિવાદને લઈ રસ્તા વચ્ચે યુવકની દારદાર હથિયારોથી ઉપરા-ઉપરી વાર કરી નિર્મમ હત્યા કરી દેવામાં આવી. આ પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતક વ્યક્તિનું નામ આવેશ ઉર્ફે રાજુ અંસારી (ઉંમર 32 વર્ષ) છે. આવેશ ભિવંડીના પિરાની પાડા વિસ્તારનો રહેવાસી હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 30 વર્ષથી આવેશના ઘરની નજીક જમીનનો વિવાદ પાડોસી હસીના અંસારી અને છોકરાઓ વીરુદ્ધ ચાલી રહ્યો હતો. જેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. રવિવારે આવેશના ઘર પર કેટલાક મહેમાન આવવાના હતા. જેની તૈયારી કરવા માટે આવેશ પોતાની પત્ની સાથે બજારમાં નિકળ્યો હતો. ત્યારે ઘાત લગાવી બેઠેલા વિરોધી અફરોજ અંસારી અને તેના સાથીઓએ રિક્ષામાં બેસી આવેશનો પીછો કર્યો.

જેવો આવેશ થોડો દૂર પહોંચ્યો હતો, ત્યાં અફરોજે રિક્ષા દ્વારા આવેશને ટક્કર મારી દીધી. ત્યારબાદ આવેશ અને તેની પત્ની રસ્તામાં પડી ગયા. આવેશ ઉભો થાય અને પોતાને સંભાળે તે પહેલા જ અફરોજ અને તેના સાથીઓએ ધારદાર હથિયારોથી આવેશ પર હુમલો કરી દીધો. આરોપીઓએ 7થી 8 વાર આવેશ પર વાર કર્યા. આવેશની પત્ની લોકો પાસે મદદ માંગતી રહી, પરંતુ દર્શક બનીને લોકો પૂરો તમાસો જોતા રહ્યા. આવેશની ઘટના સ્થળ પર જ તડપતા-તડપતા મોત થઈ ગઈ.

આ ઘટનાની જાણકારી પોલીસને મળ્યા બાદ શાંતી નગર પોલીસે ફરિયાદ નોંધી અફરોજ અંસારીની ધરપકડ કરી લીધી છે. પોલીસે અન્ય આરોપીઓની પણ શોધ શરૂ કરી દીધી છે.
First published: November 13, 2018, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading