મહારાષ્ટ્રઃ લખનૌથી મુંબઈ જતી ટ્રેનમાં મહિલા સાથે ગેંગરેપ, ચાર નરાધમોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

mumabi crime news:આરોપીઓ (accused) ઈગતપુરી (ઔરંગાબાદ રેલવે જિલ્લા)માં લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસના (Lucknow-Mumbai Pushpak Express) સ્લીપર બોડી ડી-2માં સવાર હતા અને રાત્રી દરમિયાન ટ્રેન ઘાટ ક્ષેત્રમાં પસાર થઈ ત્યારે ગુનાને અંજામ આપ્યો હતો

  • Share this:
    મુંબઈઃ મહારાષ્ટ્રની (Maharashtra news) રાજધાની મુંબઈમાં ચાલુ ટ્રેનમાં મહિલા (gangrape in train mumbai) સાથે કથિત ગેંગ રેપની સનસનીખેસ ઘટના સામે આવી છે. પીડિત મહિલા લખનૌથી મુંબઈ જનારી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં (Lucknow-Mumbai Pushpak Express) સવાર હતી. આ મામલે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ (four accused arrested) કરવામાં આવી છે. બાકીના લોકોની શોધખોળ ચાલું છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં પહેલા મહિલાનો સામાન (loots in train) લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

    મુંબઈ જીઆરપીના પોલીસ આયુક્ત કૈસર ખાલિદે જણાવ્યું હતું કે કથિત ગુનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે એક્સપ્રેસ ટ્રેન ઘાટ ખંડથી પસાર થઈ રહી હતી. ખાલિદે એક ટ્વીટ કરતા ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ની જાણકારી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે આરોપીઓ ઈગતપુરી (ઔરંગાબાદ રેલવે જિલ્લા)માં લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસના સ્લીપર બોડી ડી-2માં સવાર હતા અને રાત્રી દરમિયાન ટ્રેન ઘાટ ક્ષેત્રમાં પસાર થઈ ત્યારે ગુનાને અંજામ આપ્યો હતો.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેન કસારા પહેંચવા પર યાત્રીઓની મદદ માંગી હતી. તેમણે કહ્યું કે જીઆરપી મુંબીના અધિકારી અને કર્મચારી તત્કાલ પગલાં ભર્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવાામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

    તેમણે એક ટ્વીટમાં કહ્યું કે પીડિતા 20 વર્ષની છે અને તેને અમારી મહિલા અધિકારી દ્વારા મેડિકલ તપાસ કરવા માટે મોકલવામાં આવી છે. તે સ્વસ્થ્ય છે. અમે બધા પુરાવા એકઠાં કરી રહ્યા છીએ. અમારી ટીમ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે. અને આરોપીઓના જૂના રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ.

    આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

    તેમણે કહ્યું કે પોલીસ ઉપાયુક્ત અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગુનાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આરોપીઓએ ટ્રેન યાત્રીઓથી 96,390 રૂપિયાની સંપતીની લૂંટ કરી છે. જેમાં મોટાભાગે મોબાઈલ ફોન હતા. પોલીસની પાસે અત્યાર સુધીમાં 34,200 રૂપિયાની મત્તા પ્રાપ્ત થઈ છે.

    આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

    ખાલિદે કહ્યું કે મુંબઈ જીઆરપીએ આરોપીઓ સામે ભારતીય દંડ સહિંતાની કલમ 395, 397,376 (ડી), 354,354 (બી) અંતર્ગત ફરિયાદ નોંધી છે. ખાલિદે કહ્યું કે આરોપી કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ રેલવે અધિનિયમ અંતર્ગત શનિવારે ફરિયાદ નોંધવામાં આવી છે.
    Published by:ankit patel
    First published: