Home /News /crime /

માતાએ પોતાના પ્રેમીના હવાલે કરી પોતાની પુત્રી, 52 વર્ષના આધેડે સગીરાને પીંખી નાખી

માતાએ પોતાના પ્રેમીના હવાલે કરી પોતાની પુત્રી, 52 વર્ષના આધેડે સગીરાને પીંખી નાખી

આધેડ બાળકી સાથે આ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તે સમયે તેની માતા આધેડની મદદ કરી રહી હતી (પ્રતિકાત્મક તસવીર)

Rape news - જ્યારે સગીરાએ પોતાની સાથે થઇ રહેલી ઘટનાનો વિરોધ કર્યો તો તેની માતાએ આરોપીની બધી વાત માનવા માટે કહ્યું

    મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)યૌન ઉત્પીડનનો (Sexual harassment)એક એવો કેસ સામે આવ્યો છે જે સાંભળીને તમે સુન્ન થઇ જશો. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક 52 વર્ષના આધેડે 17 વર્ષની સગીરા પર બળાત્કાર (Rape)કર્યો છે. હેરાન કરે તેવી વાત એ છે કે આધેડ બાળકી સાથે આ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તે સમયે તેની માતા આધેડની મદદ કરી રહી હતી. સગીરાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

    સગીરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે કેટલાક સમય પહેલા તેના માતા-પિતા એકબીજા સાથે મતભેદના કારણે અલગ થઇ ગયા હતા. પિતાથી અલગ થયા પછી તે અને તેનો ભાઈ માતા સાથે રહેવા લાગ્યા હતા. તેની માતાના એક પ્રેમી (આરોપી) સાથે ઘણા સમયથી સંબંધો હતો. ઓગસ્ટ 2020માં જ્યારે તે વ્યક્તિ પોતાની માતા સાથે વાત કરવા માટે તેના ઘરે આવ્યો તો મારી માતાએ મારા ભાઈને એક સંબંધીના ત્યાં મોકલી દીધો હતો.

    આ પણ વાંચો - બોટાદ : સસરાએ પુત્રવધુની હત્યા કર્યાની આશંકાથી ચકચાર, આવું છે કારણ

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આરોપીએ આ દરમિયાન સગીરા સાથે યૌન સંબંધ બનાવ્યા હતા. જ્યારે સગીરાએ પોતાની સાથે થઇ રહેલી ઘટનાનો વિરોધ કર્યો તો તેની માતાએ આરોપીની બધી વાત માનવા માટે કહ્યું હતું. આ ઘટના પછી આરોપીએ તેની સાથે બે વખત બળાત્કાર કર્યો હતો. સાથે કોઇને ના બતાવવાની ધમકી આપી હતી. પોતાની સાથે થઇ રહેલી આ ઘટના પછી સગીરાએ ઘણી વખત ભાગવાનો પ્રયત્ન કર્યો. જોકે ક્યાંક રહેવા ના મળતા ઘરે પરત ફરવું પડ્યું હતું.

    આ પછી અપરાધ છુપાવવાના ઇરાદાથી તેની માતાએ તેના લગ્ન એક યુવક સાથે કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. સગીરાએ ચાઇલ્ડ હેલ્પલાઇન ડાયલ કર્યો હતો. જે પછી તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે સગીરાના નિવેદનના આધારે કેસ મોંધીને તેની માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો - પુત્રીએ પિતાને દહેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની કરી ડિમાન્ડ, પિતાએ કન્યાદાનમાં 75 લાખ આપીને નિભાવી ફરજ

    80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યો બળાત્કાર

    મધ્ય પ્રદેશના જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 80 વર્ષના વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે નાગપુરના અમરાવતીની રહેવાસી 65 વર્ષની વૃદ્ધા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતી હતી. કેટલાક મહિના પહેલા તેની ઓળખાણ એક વૃદ્ધ સાથે થઇ હતી. જે હંમેશા તેના ઘરે આવવા જવા લાગ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ઘરે આવવા જવા દરમિયાન વૃદ્ધે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Maharashtra, બળાત્કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन