Crime in uttar pradesh: ફરીદપુરના મોહલ્લા પુરા નિવાસી મુકેશ શર્મા ખાનગી કંપનીમાં પ્લોટ ઇંચાર્જ છે. આજ સાંજે મુકેશ ડ્યૂટીથી ઘરે પહોંચ્યો તો તેના પત્ની અને પુત્રીની લાશ ઘરમાં પડી હતી. મુકેશની 18 વર્ષની પુત્રી અર્ધનગ્ન અવસ્થામાં હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.
બરેલીઃઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) બરેલીના (bareli crime news) ફરીદુપર પોલીસ સ્ટેશન (police station) વિસ્તારમાં પરા મહોલ્લામાં એક બંધ મકાનમાં માતા-પુત્રીની અર્ધનગ્ન લાશ શંકાસ્પદ (Mother and daugher found dead in house) હાલતમાં મળતા હડકંપ મચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફરીદપુર પોલીસ સ્ટેશને બંને લાશોને પોસ્ટમોર્ટ માટે મોકલી આપીને તપાસ શરુ કરી હતી. પોલીસે શકના આધારે મહિલાએ પતિની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ફરીદપુરના મોહલ્લા પુરા નિવાસી મુકેશ શર્મા ખાનગી કંપનીમાં પ્લોટ ઇંચાર્જ છે. આજ સાંજે મુકેશ ડ્યૂટીથી ઘરે પહોંચ્યો તો તેના પત્ની અને પુત્રીની લાશ ઘરમાં પડી હતી. મુકેશની 18 વર્ષની પુત્રી અર્ધનગ્ન અવસ્થામાં હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે જોયું કે બંનેની લાશોના મોંઢામાંથી ફીણ નીકળતું હતું.
લોકો કયાસ લગાવી રહ્યા છે કે કોઈ કારણસર માતાએ પોતાની પુત્રી સાથે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હશે. પરંતુ પોલીસ હત્યા અને આત્મહત્યા બંને દિશામાં તપાસ કરી રહી છે. અત્યારે પોલીસે મુકેશની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે. હજી સુધી પોલીસ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી.
બીજી તરફ એસપી દેહાત રાજકુમાર અગ્રવાલના જણાવ્યા પ્રમાણે પોલીસને જાણકારી મળી હતી કે એક મકાનમાં મહિલા અને તેની પુત્રીની લાશ મળી છે. ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે પારિવારિક ઝઘડાના કારણે માતા-પુત્રીએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હોવાથી તેમના મોત થયા હોવાનું માની રહી છે. અત્યારે કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. બંનેની લાશોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સંબંધોની હત્યાની એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી પણ સામે આવી હતી. અહીં રૂપિયાની લાલચની (Money) લાલચ માં વ્યક્તિ કોઈ પણ હદ વટાવી દે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. રૂપિયા ની લેતી દેતી માં સબંધો ના ખૂન કરતા પણ લોકો સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદ જિલ્લાના કણભામાં (Kanbha ahmedabad) જોવા મળતી છે.
રૂપિયાની લેતીદેતીમાં (Money Matter) પુત્ર એ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી માતાએ (Step Mother Killed Son) તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને લાશને (Dead Body) અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવકી માટે પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા જેની જાણ પુત્રને થતા તેમને આવુ નહી કરવા માટે થપકો આપ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર