Delhi crime: સીમાપુરીમાં ઘરની અંદર મળી મહિલા અને ચાર બાળકોની લાશ મળી, કારણ અકબંધ
Delhi crime: સીમાપુરીમાં ઘરની અંદર મળી મહિલા અને ચાર બાળકોની લાશ મળી, કારણ અકબંધ
પ્રતિકાત્મક તસવીર
delhi crime news: પોલીસને (police) આશંકા છે કે આખા પરિવારની પણ હત્યા (family murder) થઈ શકે છે. આ કારણે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની (CCTV footage) પણ તપાસ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (delhi) એક મહિલા અને તેના 4 બાળકોની લાશ મળતાં ખળભળાટ (dead body found) મચી ગયો છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે (police) પહોંચી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ (postmortam) માટે મોકલી આપ્યો. આ સાથે જ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મામલો શાહદરાના સીમાપુરી વિસ્તારનો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનનું કહેવું છે કે તેમના ઘરની અંદરથી મહિલા અને 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સાથે જ પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો હત્યા બાદ આત્મહત્યાનો હોવાનું જણાય છે. મહિલાએ પહેલા તેના બાળકોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. જોકે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. સાથે જ હવે પોલીસ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. આ સાથે મહિલાના સગા-સંબંધીઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
હત્યાની આશંકા
સાથે જ પોલીસને આશંકા છે કે આખા પરિવારની પણ હત્યા થઈ શકે છે. આ કારણે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે કોઈ શંકાસ્પદ ગતિવિધિ અંગે પણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ ડોગ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ઝેરની શંકા
જણાવી દઈએ કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ સમયપુર બદલી વિસ્તારમાં ઘરની અંદર મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. ત્યારે સિરસપુર ગામમાં એક ઘરમાંથી 4 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાંથી જે મૃતદેહ મળ્યા છે તે એક જ પરિવારના છે. જેમાં પતિ, પત્ની અને 2 બાળકોના મૃતદેહ હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના વડા એટલે કે પતિએ પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા હતી. ત્યારે પોલીસે કહ્યું કે આ પારિવારિક વિવાદનો મામલો હોય તેમ લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે પત્ની 2 મહિનાથી અલગ રહેતી હતી. તે માત્ર 2 દિવસ પહેલા જ પાછી આવી હતી.
અમિત એક કારખાનામાં કામ કરતો હતો. આ ઘરમાં આખો પરિવાર ભાડા પર રહેતો હતો. અમિતે પાછળના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો છે. બાળકો અને પત્નીને ઝેર પીવડાવ્યું હોવાની આશંકા હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર